કોઇએ એક વાર મને પુછ્યુ કે સાચો પ્રેમ કોને કહેવાય? કેટલુયે સમજાવ્યુ છતાં સમજાવી ના શકી.અંતે મે એક વાત કહી જે અહીં હુ રજુ કરુ છુ…”મારી દ્રષ્ટિ એ સાચો પ્રેમ દરિયા અને ખડક નો છે. દરિયો માં કુદરતી પરિબળો ને આધીન ભરતી અને ઓટ આવ્યા કરે છે. ખડક તો ભરતી હો કે ઓટ દરિયા ની સંગ જ રહે છે. કેમ??? તો તેનો જવાબ આમ આપી શકાય કે … ઓટ વખતે ખડક પ્રતિક્ષા કરે છે દરિયા ની .અને કહેવાયુ છે ને … ઈંતઝાર મે જો મઝા હે વો મિલને મે કહાં? જ્યારે ભરતી વેળા ખડક દરિય માં ડુબી જાય છે.પ્રેમ ને પામે છે. પણ ઓટ તો ફરી આવવાની જ પરંતુ ખડક ને હવે ડર નથી દરિયા થી છુટા પડવા નો! કારણ કે …દરિયા ના મોજાઓ ને કારણે સખત એવો ખડક પણ નાના રેતી ના કણ માં રુપાંતર પામે છે.જે દરિયા ના મોજા ની સાથે જ આવ અને જા કરે છે.
દેખીતી રીતે બંને કદાચ અલગ લાગે પરંતુ મન આતમ એક છે. કારણ રેતી તો દરિયા ની જ સાથે રહે અને આખી જ દરિયા મય બની જાય .તેને ચાખો તોય ખારી લાગે.પરસ્પર સાથે નહી દેખાતા અંતર થી આત્મિયતા સાધે. આ વાત
થી એને તો સાચા પ્રેમ ની ખબર પડી ગઈ.શું આપને સમજાઈ છે ખરી???????
પ્રતિસાદ આપો