પતંગ ચગાવતા વિચાર કર્યો છે ???

10 01 2009

ઉંચેરા આભમાં પતંગ ચગાવતા એય ને ઉંચી નજર ઉંચી ગરદન ને ઉચ્ચ મસ્તક હાથ માં પતંગ નો ડોર દળદળ કરતી નીચે ફરકતી ફિરકી મુખ માં સંવાદ…વાહ કેવો ચગ્યો! આંગળીઓ માં સરકતો દોરો ને અગાસી માં પડેલ ચીકી અને મમરા ન લડુ ના
ડબ્બાઓ…આભ માં રંગબેરંગી પતંગો ને રંગીન દોરાઓ જે દેખાતા નથી…પણ વિચાર કર્યો છે ખરી આ પતંગ ના દોરાઓ બનાવનારા ?કદાચ નહી કર્યો હોય…કરન આપણ ને જે દેખાય છે તેજ જોવાની આદત છે. પણ હકીકત મા પરદા પાછળ શું છે તે જોવાંની
દરકાર શુધ્ધાં કરતા નથી. રંગીન,માંજા પાયેલ દોરાઓ ખરીદી લઈએ છીએ પણ એ બનાવનાર નાં જીવન કે જીવનશૈલી વિશે એક નજર શુધ્ધા કરીએ છીએ?

એય ને શિયાળો આવે ને ઊતરાયણ ના દિવસો નજીક આવે ને શરૂ થાય વણઝાર એવા લોકો ની જે દોરાઓ બનાવે છે…રોડ પર નિકળો તો દસ દસ ડગલે એકાદ પરિવાર તો અચૂક જોવા મળે જે દોરાઓ ને માંજો પાઈ મજબુત બનાવી
વેંચતા હોય. હાં મે ખુદે જોયેલ છે…. નાના ડબલા ડુબલી સહીત આખ રસોડા નાં સરસામાન સાથે, બાળકો ની ચિલ્લર પટ્ટી સાથે, એય …ને રસ્તા પર જ રાંધે ને રસ્તા પર જ ઊંધે કામ કરે ને એમ જ જીવન ગુજારે આજ અહીં તો કાલ વળી તહીં.
રાતે તંપણાં માંબેઠા હોય લાગે કે જાણે સાક્ષાત ધરતી પર નાં પતંગો…

મને તો લાગે ધરતી પર નાં આ સાચા પતંગો છે. રંગીન પણ છે. કારણ તેઓ સંઘર્ષ ના રંગે રંગાયેલા છે. પ્રતિદિન નવા સ્થળો એ ફરે છે. જેમ આભ માં ઝોલા ખાતી પતંગ… હ તેને કાપવા કપાવવાનો મોહ નથી કારણ તેની ડોર ઈશ્વર નાંહાથ માં છે.બસ આ જ છે ધરતી પર ની પતંગ… મને થતુ હતુ આ વળી કેવુ જીવન ના ઘર ના બાર જ્યાં રોજગાર મળે ત્યાં વસવાટ. મને હતુ આભ માં પતંગો ને
ઉડાવનારાઓ ને આ ઊતરાયણ વખતે ધરતી પર નાં પતંગો પણ બતાવુ…આશા છે તમોને ધરતી નાં પતંગો
ગમ્યાં હશે? ખરૂ ને???





ટાઇપરાઇટર ને સંભારજો

9 01 2009

કોઇ ટાઇપરાઇટર બરાબર ચાલતુ હોય, પણ ફક્ત એક જ અક્ષર ની કળ તેમા બગડી ગઇ હોય તો તેની ઉપર ટાઇપ કરેલ લખાણ કેવુ લાગે એનો એક નમુનો અંગ્રેજી જાણતા વાચકો માટે નીચે આપેલ છે.

My typ*writ*r works quit* w*ll *xc*pt for on* k*y. Som*tim*s it s**ms to m* that our group is lik* my typ*writ*r, not all the k*ys working prop*rly. You may say, “w*ll I am only on* p*rson it won’t mak* much diff*r*nc*.” But you s**, for th* group to b* *ff*ctiv*, it n**ds the activ* participation of *very person.
So the n*xt tim* you think that your *ffort is not n**d*d, r*m*mb*r my type*writ*r and say it to yours*lf: “I am a k*y p*rson and n**d*d v*ry much!”

સમાજ પણ આ ટાઇપરાઇટર જેવો છે. માણસ વિચાર કરે છે કે, હુ એક જ આમ કરીશ કે તેમ નહી કરુ તો કશો ફેર પડી જવાનો નથી. પણ ઉપરના લખાણમાથી જણાશે કે સૌને જો અસરકારક બનવુ હોય તો દરેક વ્યક્તિના સક્રીય ફાળાની જરૂર પડે છે. એટલે હવે પછી જ્યારે તમને એમ લાગે કે, તમારા પ્રયત્ન ની જરૂર નથી ત્યારે આ ટાઇપરાઇટર ને સંભારજો અને તમારી જાતને કહેજો કે, “હુ મહત્વની વ્યક્તિ છુ અને મારી ઘણી જરૂર છે. ”
અરધી સદીની વાચનયાત્રા ભાગ 2





જોયુ છે ખરૂ ???

19 12 2008

આપણે બહાર ની ઝડપી ચાલતી દુનિયા સાથે કદમ મિલાવવા એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ…કે આપણા પોતાના તરફ દુર્લક્ષ સેવીએ છીએ…અને લકદાચ આપણા તરફ ધ્યાન આપીએ તો પણ બાહ્ય ચળકાટ આકર્ષક પાસા ગમે તેને દેખાડવાના પ્રયત્ન કરીએ છીએ…પણ જે જરૂરી છે પણ આકર્ષક નથી તેનાપર અણગમો વ્યક્ત કરતા થઈ જઈએ છીએ. કદાચ દેખીતી રીતે આપ મારી વાત ના સમજી શ્કયા હો પણ વિસ્તાર થી કહુ તો…જે બાહ્ય રીતે સુંદર દેખાતુ હોય તે ગુણ ની દ્રષ્ટિ એ સુંદર ના પણ હોઈ શકે. અને જે બાહ્ય રીતે એટલુ આકર્ષક ના હોય છતાં ગુણ ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ હોઈ શકે..

આ વાત કરતાં મને ભણવામાં આવતી એ વાર્તા યાદ આવી… એક સાબર હોય. તે નદી કાઠેં પાણી પીવા જાય છે. ત્યાં પોતનુ પ્રતિબિંબ જોઈ ને વિચારે છે કે…ભગવાને મને આટલા સરસ શિંગળા આપ્યા પણ આ પગ તો જો કદરૂપા … આવુ વિચારતુ હતુ ત્યાં ચાર પાંચ શિયાળ નુ ઝુંડ આવ્યુ અને સબર ને શિકાર બનાવવા તેની પાછળ દોડ્યા. સાબર ત્યાંથી ભાગવા તત્પર બન્યુ તે વખતે તેને પોતના પગ જ તો કામ માં આવ્યા હતાં જે ના તરફ થોડીવાર પહેલા સબર અણગમો વ્યકત કરતુ હતું.પરંતુ જે શિંગળાપર તેને ગર્વ હતુ તે જંગલ ની ઝાડીઓ માં ભરાઈ ગયા અને પ્રયત્ન કરવા છતાં તે નીકળી નાં શક્યા. અંતે સબર શિયાળો ના હાથ માં આવી જાય છે.અંતે તેને સમજાય છે કે તેણે જે પગ પ્રત્યે આટલુ દુર્લક્ષ સેવ્યુ તે જ તેને કામ લાગ્યા અને શિંગળા ને કરણે તે લાચાર બની મોત ને ભેટ્યુ.

બસ આજ રીતે આપણે રૂપ ની દ્રષ્ટિ એ તારણ કરતા હોઈએ છીએ પણ ગુણ તરફ દુર્લક્ષ સેવતા હોઈએ છીએ. એ પછી આપણી વાત હો કે આપણા મિત્રોની કે સમાજ ની.બાહ્ય જાકજમાળ છોડી આંતરિક સુંદરતા તરફ જોયુ છે ખરૂ ???





મહેંદી

15 12 2008

          લીલેરી પોતે ને રંગ આપે રાતો

          નવવધુ નો મહેંદી સંગ અનેરો નાતો

         

          કુવારિકાઓ ના વ્રત ટાણે મહેંદી

          એના હાથને શોભાવે

         અનેક સૌંદર્ય સાધનોમા મહેંદી

          એનુ અનોખુ સ્થાન ધરાવે

 

          અનેક વસ્તુઓ પરંપરાગત રીતે ચાલી આવતી હોય છે. જેમાની એક કહી શકાય મહેંદી“.  પહેલા ના સમય માં જ્યારે આજના જેટલા સૌંદર્ય પ્રસાધનો ન હતા ત્યારે કુદરતી વસ્તુઓનો શ્રુંગાર તરીકે ઉપયોગ કરવામા આવતો હતો.. બદલાતા સમય સાથે તેમા ફેરફાર થયો પરંતુ મહેંદી નુ સ્થાન તો અનન્ય જ રહ્યુ. મહેંદી ના છોડ પરના પાંદડા ને પીસીને તેનો ઉપયોગ કરવામા આવતો. આજે મહેંદી ના પેકેટ બજાર મા ઉપલબ્ધ છે. જેમ કે મિલન મહેંદી, બ્રાઇડ હિના, હર્બલ મહેંદી વગેરે. જેને પાણી મા પલળી કોન બનાવવામા આવે છે. આજે તો તૈયાર કોન પણ મળે છે જેમા અમુક જાતના દ્રવ્યો (કેમિકલ) પણ ઉમેરેલા હોય છે જેથી ઘેરો રંગ આવે છે. પરંતુ ઘણી વાર  તે ત્વચા માટે નુકશાન કારક પણ હોય છે.

 

          જ્યારે પહેલા ના સમય મા કોન ન હતા ત્યારે સાવેણા ની સળી વડે મહેંદી મુકવામા આવતી. નહિતર આગળી ના ટેરવા વડે મહેંદી મુકાતી જે   બહુ પ્રચલીત હતી જ્યારે આજે જોઇએ તો મહેંદી માટે અરેબિયાન, દુલ્હન મહેંદી, શેડેડ મહેંદી, સ્ટોન વાળી મહેંદી, સ્પ્રીંગ મહેંદી ,કલર મહેંદી જેમા બ્લેક, સ્પાર્કર, કલર મહેંદી ,ઝીણી કલર, રજસ્થાની કલર મહેંદી, જેવી  મહેંદીઓ પ્રચલીત થઇ છે. ડાઇ વાળી કલર મહેંદી જેમા હૈર ડાઇ ની બોર્ડર બાંધી ને   સાદી મહેંદી અંદર પુરવા માં આવે છે. જે સારી તો લાગે છે પરંતુ ત્વચા માટે નુકશાનકારક છે. પહેલા આપસુઝ થી આકારો કોતરવા મા આવતા અને આજે સ્પેશિયલ ક્લાસિસ થાય છે અને ખાસ મહેંદી માટે બુક પણ પબલિશ  થાય છે. જેમ કે મહેંદી અરેબિયન, મહેંદી, મહેંદી શીખો વગેરે  જેમા ભાત ભાત ની ડિઝાઇનો આપેલી હોય છે. હાથ અને પગ ની મહેંદી. અત્યારે તો ખાસ પ્રસંગ માટેની ખાસ મહેંદી હોય છે. જેમ કે નવ વધુ માટે હાથ ની મહેંદી માં ઢોલ શરણાઇ અને ડોલી વગેરે નો સમાવેશ થાય છે. અત્યારે ફક્ત હાથ અને પગ પરજ મહેંદી સિમીત રહી નથી. બલ્કે પીઠ પર ,ખભા પર, બાહુ પર અને  નાભી પર મહેંદી મુકવામા આવે છે.

 

          કલર વાળી મહેંદી માટે  સ્પાર્કર ટ્યુબ પણ વિવિધ કલર વાળી આવે છે. સાથે જળતર પણ એમા મુકી શકાય તેવી મહેંદી મેગા સિટિઓમા સેલિબ્રીટી માટે બહુજ પ્રચલીત છે. હાલ વિવિધ ટેટુઝ (Tetoos) પ્રખ્યાત થયા છે. તે મહેંદીનુ જ નવુ રૂપ છે. વિવિધ જગ્યાએ ટેટુઓ લગાડવામા આવે છે. સ્ત્રીઓ તો શું પણ પુરુષો પણ ટેટુ પોતાના શરીર પર લગાડે છે. ભલે નિતનવા સ્વરુપો આવે પણ old is gold  ની ભાતી મહેંદી તેનુ સ્થાન ટકાવી રાખવામાં શફળ ગઈ છે. લગ્ન માં પણ ખાસ મહેંદી મુકવામાં આવે છે. બ્લકે એક દિવસ ખાસ મહેંદી તરીકે રાખવામાં આવે છે તેમાં બધાં મહેંદી મુકે છે  ગીતો ગાય છે અને નાચગાન કરે છે.વિવિધ ફિલ્મો માં પણ મહેંદી ના ઘણા ગીતો છે જેમકે મહેંદી ટુટ કે ડાલી સે હાથો મે બિખર જાતી હે…  અરે એક ફિલ્મ નુ તો નામ પણ મહેંદી રાખાવામા આવ્યુ છે. હાલ ઘણી સિરિયલો મા પણ મહેંદી ની રસમ ચાર પાંચ એપિસોડ સુધી ચાલતી હોય છે. એક સિરિયલ પણ મહેંદી ના નામ પર હતી. મહેંદી તેરે નામ કી. હાલ જ નહી પરંતુ પહેલા ના સમય ના લોકગીતો મા પણ મહેંદી નો ઉલ્લેખ થતો હતો. જેમકે

          મહેંદી તે વાવી મકવે ને એનો રંગ ગયો ગુજરાત રે! મહેંદી રંગ લગ્યો.

         

          બદલતા સમય સાથે મહેંદી આજ પણ ટકી રહી છે. તેમા થોડા ઘણા ફેરફારો જરૂર થયા છે પણ તેનુ સ્થાન તો અકબંધ જ રહ્યુ છે.

 

.

         

           





લગ્ન ના અર્થ્…

12 12 2008
  • પ્રિયતમા માટે મરી જવાનુ સહેલુ છે તેની સાથે પુરી મુદત સુધી જીવવાનુ મુશ્કેલ હોય છે.-પૂરી મુદત સુધી સાર્થક રીતે અને શોખ થી જીવવુ એજ લગ્ન.
  • લગ્ન સારી રીતે ચલાવવા માટે નાં પરસ્પરનાં સહકાર નુ ઉન્નત સ્વરુપ એટલે પરસ્પરની આજ્ઞાંકિતતા
  • ફેફસા બે છે પણ શ્વાસ એક છે તેમ લગ્ન માં પણ બે વ્યકતી છે પણ જીવન એક છે તેમ ગણીને જ માનવ જીવી શકે અને તોજ તે લગ્ન ને ચલાવી શકે. ઘણા લગ્ન ને માત્ર નિભાવી જાણે છે.પણ લગ્ન ને ખરેખર ચલાવવુ અને શોભાવવુ એ મહત્વ ની બાબત છે.
  • લગ્ન એક એવુ ખોળિયુ છે જેમાં બે આત્મા નાં તમામ સાક્ષાતકારો ને માધ્યમ મળે છે.
  • લગ્ન એ સ્નેહ નો સંબંધ છે શંકા અને જાસૂસી નો નથી લગ્ન કોઈની સલાહ થી ચાલતુ નથી તે દંપતી ની પોતાની શુભ ચેષ્ઠાઓ અને શુભ નિષ્ઠા થી ચાલે છે
  • પરસ્પર ને પૂરક બનીને જીવન જીવવાની કળા એટલે લગ્ન સાર્થકતા.
  • લગ્ન એટલે જ સહકાર.
  • સ્ત્રિ કે પુરુષ એક ક્યારે રોપાય એનુ નામ લગ્ન. જીવન ના એકજ ક્યારા માં એકબીજાનો આધાર બનીને જીવવુ એ કેટલુ સુખદ હોય છેએક્બીજાની સાથે રહી ને એકબીજા માટે જીવવુ એટલે જ લગ્ન.
  • લગ્ન જેમાં દલીલો ને અવકાશ જ ના હોય અને સમજવાની કોશિશ નુ જ મહત્વ હોય છે.
  • લગ્ન વિશે ઘણા જ પુસ્તકો લખાયા છે જેમાં ના કેટલાક પુસ્તકો ની વિગત નીચે રજુ કરુ છુ:
    • લગ્નમંડળ
    • લગ્નસાગર
    • લગ્નસૌરભ
    • લગ્ન જીવન
    • સંસાર રામાયણ
    • MARRIGE 24×7