જીવનસાથી

16 12 2008

હર એક યુવાન હૈયા નો સવાલ કે…
ક્યાં હશે મારો જીવનસાથી

હસતો હસાવતો ને મુજને
મનાવતો શાન મા સમજતો
ક્યાં હશે મારો જીવનસાથી

હૈયામા રાખતો ને મુજને
હર કદમ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

મૌન થી સમજાવતો ને મુજની
હર પળ દરકાર રાખતો
ક્યાં હશે મારો જીવનસાથી

સપના મા આવી જગાડતો મુજને
જાગતા સપના બતાવતો
ક્યાં હશે મારો જીવનસાથી

ચહેરા પર સ્મિત લાવવા મથતો મુજને
હર સુખ દુખ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

વર્ણન કર્યુ આ તો હદયે મુજને
વસ્તવમા મળશે ત્યારે જરૂરથી કહીશ
અરે હા આતો મારો જીવનસાથી.

ગુજરાત ગૌરવ

16 12 2008

મારુ ગુજરાત મને રુડુ લાગે
રુદિયા માંજ જાણે વસતુ લાગે

ગાંધીની અહિંસા અર્પતુ લાગે
લોખંડી વિર ની મર્દાંનગી બક્ષતુ લાગે

નર્મદા નાં નીરને વહાવતુ રાખે
સૌને પ્રેમ થકી પોષતુ લાગે

સોમનાથ ની ગાથા ગાતુ લાગે
નટખટ નંદ ની યાદ અપાવતુ લાગે

ટેક્નોલોજી થી પ્રગતી સાધતુ ચાલે
અનોખુ સ્થાન બનાવતુ ચાલે

નરસીંહ નાં પ્રભાતિયા સાથે જાગે
મીરા ના ભજનો એ રોજ ગાયે

આભારી હું ઈશ્વર નો થઊ એવુ લાગે
ધરા ગુર્જર ની જે હરિયાળી રાખે

મહેનતુ પ્રજા અહીં મોજ કરી જાણે
મુશ્કેલી માં ખભેખભા મિલાવી જાણે

ધન્ય હો ગુર્જર તુજ અમારી માત લાગે
તુજ ચરણ માં મુજ શિષ સદા રહે.

સમણા…

16 12 2008

રાત પડે ને શમણાં ખીલે
કોઈ અજાણ્યુ ઉર નાં દ્વારે ઉભે
ન ઓળખ છતાં વ્હાલેરુ લાગે
નથી પાસ છતાં પોતીકુ લાગે
રાત પડે ને શમણાં ખીલે
રુબરુ મળવાની આશ જાગે
ધીમે અજાણ્યુ આપણુ લાગે
વગર એના કશી અધૂરપ લાગે
વિચારતા એને ચહેરા પર સ્મિત જામે
દિલ રાજી થય જોઈ એને સામે