કંઇ યાદ આવી ગયુ…

22 12 2008

બહાર નજરો કરતા કંઇ યાદ આવી ગયુ…

વૃક્ષ પરથી પર્ણ ખર્યુ ને કંઇ યાદ આવી ગયુ…

સાંભળી પેલા વાંસળીના સૂ ર કંઇ યાદ આવી ગયુ…

આખ માંથી ટપક્યુ અશ્રુ ને કંઇ યાદ આવી ગયુ..

આભના ચંદરવા ને જોતા કંઇ યાદ આવી ગયુ…

ઝરમર વરસાદ મા ભીંજાતા કંઇ યાદ આવી ગયુ…

ઉઘડતા પહોરે આખો ને ખોલતા કંઇ યાદ આવી ગયુ…

ઠંડી ની એ થર થર ધ્રુજારી મા ધ્રુજાતા કંઇ યાદ આવી ગયુ…

પડ્યુ એક ટીપુ પરદ્વેદ નુ ને કંઇ યાદ આવી ગયુ…

દીનભરની વ્યસ્તતા મા ડુબવા છતા…

ખરુ કહુ હદય ના પ્રત્યેક સ્પંદને કંઇ યાદ આવી ગયુ..

એકમેક ને

22 12 2008

મળી ન શક્યા નયનો થી એકમેકને
કહી ન શક્યા શબ્દો થી કંઇ એકમેકને

ખરુ પુછો તો મળવા અને કહેવાની
ક્યા જરૂર જ હતી એકમેકને

જ્યા હદય-સેતુ સંગ બાંધ્યા’તા એકમેકને
હરખ-ઘેલા થઇ ચાહ્યા એકમેકને

મિલન અને વિરહે તપવ્યા એકમેકને
યાદ કરવાની ક્યા જરૂર હતી એકમેકને

પ્રેમ રંગે રંગ્યા’તા એકમેકને
વિશ્વાસના તાંતણે બાંધ્યા’તા એકમેકને

જેટલુ…

22 12 2008

જેટલુ સાથે રહીએ તેટલુ વધુ
સંગાથે રહેવાનુ મન થાય

અચાનક કોઈ અજાણ્યાં માંથી
જ્યારે આપણુ બની જાય

વાતો એમની સાંભળી ને મન
બસ હરખાઈ જ જાય

હ્ર્દય ને પણ જાણે લાગણી
ભર્યો મહાસાગર મળી જાય

મારી બારી એ થી…

22 12 2008

સમી સાંજ નાં બારી એ થી
નીકળતું યુગલ મારી શેરી એ થી

છલકતો પ્રેમ ઊર મહેંથી
ધીમી શી વાત વધુ તો ઈશારે થી

હાથ માં હાથ ને પરોવી
જાણે આતમ કેરી બાથ ભરી

મંદ મંદ હાસ્ય ને લહેરાવી
મારા અંતર ની યાદો ને ખખડાવી

મુજ ને મારુ યૌવન સંભરાવી
ચશ્મા માંથી હર્ષાશુ ટપકાવી

મે મનોમન શુભકામનાઓ પાઠવી!!!

મારી વાત…

22 12 2008

કેટલીક વખત કોઈ વાર્તા આપણા સ્મૃતિપટ પર અંકિત થઈ જતી હોય છે. પછી તે વાંચેલી વાર્તા હોય કે જોયેલી કે પછી સાંભળેલી…તેમાં ની કેટલીક હું અહીં રજુ કરુ છુ.

ફેનટાસ્ટિક…!!! નામ ઉપર ની આ સરસ વાર્તા છે. જે આપણ ને ભણવામા આવતી હતી…. એક દંપતી ને ત્યાં પુત્ર જન્મે છે.તેનુ નામ શું રાખવું???બંને ખુબ વિચારે છે અંતે કંઈક નવિન નામ રાખવાના આશય થી તેનુ નામ ફેનટાસ્ટીક રાખે છે…આ બાળક ને તેનુ નામ ગમતુ હોતુ નથી.તે ધીમે ધીમે મોટો થાય છે. અને પોતાના નામ પ્ર્ત્યેનો તેનો અણગમો વધતો જ જાય છે. સ્કુલ, કોલેજ આખરે તેનાં લગ્ન થાય છે.. છતાં તેને પોતાનુ નામ ગમતુ નથી. તેને હંમેશા થાય કે આ કેવુ નામ ફેનટાસ્ટિક. તેને ત્યાં બાળકો થાય,પૌત્રો થાય છતાં નામ પ્રત્યે નો અણગમો દૂર થતો નથી.જીવન નાં અંત સમયે તે તેની પત્ની ને કહે છે કે આખી જીંદગી મે મારા નગમતા નામ સાથે કાઢી પણ મર્યા બાદ પણ મને આજ નામ થી ઓળખે તેથી મારી કબર પર મારુ આ નામ ના લખાવીશ. .તેની પત્ની એ તેની આ ઈચ્છા પુરી કરવા કબર ની તખ્તી પર તેના નામ ને બદલે લખાવ્યુ કે જેણે જીવન માં ક્યારેય પર સ્ત્રી ની સામે જોયુ નથી તે વ્યક્તિ… લોકો આ વાક્ય વાંચી બોલી ઉઠતા અરે વાહ ફેનટાસ્ટિક !!!

જે ઈચ્છતો હતો તેનુ નામ બાદલાય પણ મર્યા બાદ પણ તેજ નામ આખરે આવી જાય છે.

આરીતે મારા સ્મૃતિ પટ પર ની વાર્તા અહીં રજુ કરીશ મારી વાતો માં. આપને ગમશે ને???