વિચાર સંગ્રહ

  • પ્રેમ મેળવવાની ઉત્તમ ચાવી પ્રેમ આપવો એ છે. પ્રેમ ને કંજુશ ની મફક દિલ મા સંઘરી રાખવાથી એ ઝડપભેર અદ્રશ્ય થઇ જતો હોય છે. જિંદગી ને પ્રેમમય બનાવવી હોય તો પ્રેમ ને પાખો આપવી પડે.
  • અપણને ચાહવા મટે કોઇને મજબુર ન કરી શકાય. પરંતુ કોઇ આપણને ચાહે તેવી વ્યક્તિ જરુર બની શકાય.
  • આપણે ગમે તેટલુ જતુ કરીએ તો પણ અમુક માણસો એની નોંધ સુધ્ધા નથી લેતા.
  • પ્રિયજન થી છુટા પડતી વખતે દિલમા ઉઠતી લગણીઓને ક્યરેય લગામ ન દેવી જોઇએ. ઉત્તમ શબ્દો થી તેમના માટે અભિપ્રાય વ્યક્ત કરવો જોઇએ. એવુ પણ બની શકે કે એમને ફરી ક્યરેય મળવાનુ થાય જ નહી.
  • એવુ લાગે કે હવે એક ડગલુ પણ આગળ વધાય તેમ નથી તે પછી પણ ઘણુ આગળ વધી શકાતુ હોય છે.
  • કોઇ પણ સાચા સંબંધ ની શરુઆત ત્યારે જ થાય છે જ્યારે પરસ્પર ની જરુરિયાતો પુરી થઇ ગયા પછી પણ એટલી જ હુફ સાથે રહે છે.
  • સાચો પ્રેમ અને સાચી મિત્રતા હંમેશા પાંગરતા જ રહે છે. એ ક્યરેય સ્થગીત થતા જ નથી.
  • ગમે તેટલા સારા મિત્રો પણ આપણને ક્યરેક તો ઇજા પહોચાડતા જ હોય છે અને આપણે એમને માફ પણ કરવાના હોય છે
  • આપણી પછલી જિંદગી ના સંજોગો અને પ્રસંગો કદચ આપણી આજ માટે જવાબદાર હોય શકે પરંતુ આપણી આવતી કાલ માટે તો સંપુર્ણ પણે આપણે જ જવાબદાર હોઇએ છીએ
  • બે માણસ એક જ  સાથે એક જ વસ્તુ તરફ નજર રાખતા હોય છતા બન્ને જુદુ જુદુ જોતા હોય તેવુ બની શકે.
  • રોજ ફક્ત એક જ દિવસ દિલ થી અને ઉત્તમ રીતે જીવી શકાય તો ખાત્રી થી આખી જિંદગી ઉત્તમ રીતે જીવી શકાય્

Leave a comment