વરસાદ

25 11 2008

 વરસાદ ની મૌસમ માં માનડુ મારુ ઉઠે નાચી;
 ઝરમરતા વરસાદ માં…  તરબતર ભીંજાઈ થાઊ હુ રાજી!
આનંદ ના આ પર્વ માં…  સૌ કોઇ ની થઈ જાઈ ભાગીદારી; 
ચારેકોર લીલોતરી જ લીલોતરી ની,  થઈ જાય બલીહારી! 
વીજળી ના ચમકારા માં…  કોઈ ની યાદ થઈ જાય તાજી! 
પવન અને વાદળ વચ્ચે…  થઈ જાય બાજાબાજી! 
હરખઘેલ ભુલકાઓ તો…  કાદવ કિચડ માં લે નાહી, 
ખાબોચીયા માં પથ્થરો વડે…  રમે પથ્થરેબાજી! 
ચા ની અને ભજીયા ની;  લારી થઈ જાય જાજી! 
આંગણ હો કે ઉપવન સૌ માં…  લીલો રંગ જાય છવાઈ! 
અશ્રુભીની આંખો પણ વર્ષા માં… જાઈ છુપાઈ!  રેઈનસુટ
અને છ્ત્રીઓ ઘર માં…  થઈ જાય જાજી! 
વરસાદ નામ માત્ર થી જ…  આનંદ જાઈ છવાઈ!!!
– મોનાલિશા લખલાણી.





ઈશ્વર ની આંખ માં…

23 11 2008

ઈશ્વર ની આંખ માં મે આંસુ જોયા;
ભુત ભવિશ્ય માં ના જોનારા,
વર્તમાન માં મે આંસુ જોયા;
જગત ને ઘડનારો આજ તુટી રહ્યો છે,
પોતે કરેલા સાર્જન ને કોસી રહ્યો છે;
આજુ બાજુ માણસો જોયા ઘણા પણ…
ન જોઈ સક્યા એ આંસુ થોડા!
ન ગમ પડી મને હુ મારા મન ને;
કહેવા લાગી…
ઈશ્વર ની આંખ માં મે આંસુ જોયા;
મારા મને મને પ્રશ્ન કર્યો,
જાણે કોર્ટમાં દાવો કર્યો,
ક્યા સબુતે તું આવુ વિધાન કહેવા લાગી?
ત્યારથી આપના જેવા માનવ ને હુ…
શોધવા લાગી!!!