મારી વાત

24 12 2008

એક વખત આ વાર્તા ને વાંચેલી અને મને ખુબ ગમી જ નહી બલ્કે મારા હ્રદય ને સ્પર્શી ગઈ. એમાં નવપરણીત દંપતી ની વાત છે.જેના નામ તો યાદ નથી જે કાલ્પનિક નામો સાથે અહીં રજુ કરુ છુ.

સ્વર્ગ અને સ્મિત ના લગ્ન થાય છે. સ્મિત જે નાનપણથી જ નાના ગામ માં ઉછરેલી અને સ્વર્ગ પણ એમજ. બંન્ને પરણી ને મુંબઈ આવે છે કારણ કે સ્વર્ગ ની નૌકરી અહીં જ હોય છે. બંન્ને નવસંસાર મા ડગ માંડે છે. સ્મિત નુ ઘર તો આરામ થી ફરે તો કલાક નીકળી જાય અને અહીં મુંબઈ માં ભાળા ની એક ઓરડી. સ્વર્ગ સવારે ટિફીન લઈ ઘરે થી નિકળી જાય ને મોડી સાંજે ઘરે આવે. આ બાજુ સ્મિત જે કોમન સંડાસ બાથરૂમ થી કંટાળી જાય ઘર તો ચાર ડગલા ચાલો તો બહાર નીકળી જવાય એવડુ જ ચાલી ના છોકરાઓનો શોરબકોર આખો દિવસ આવ્યા કરે પાડોશી ની પૂછ્પરછ કે આખી જીંદગી આમ જ ચાલી જાશે અને એવુ બધુ જ. ઘર માં એક પલંગ અને રસોડા ની ચીજવસ્તુ સિવાય કંઈ જ નહી!!!

જ્યારે સ્વર્ગ ને કહે છે ટી.વી. વિષે તો સ્વર્ગ ટી.વી. લાવી આપે છે પણ જૂનુ ,નાનુ, black & white.અને તેનુ એંટેના માટે નુ દોરડુ આખ ઘર મા આડુ આવે તે રીતે રહે છે. સ્મિત ને થાય છે આના કરતા તો ટી.વી. ના હોત તો સારૂ. રોજબરોજ ની આવી પરિસ્થિતી થી કંટાળી સ્મિત એવુ વિચારે છે કે કેટલા સપનાઓ ઈચ્છાઓ અને અત્યારે તો જો !!! તેને હાલ ની સ્થિતિ જરા પણ ગમતી નથી. પહેલાતો તે સ્વર્ગ ને પણ વાત કરતી પણ હવે તો મૌન જ સેવી લીધુ છે. પડોસી ના શબ્દો જ ઘૂમ્યા કરે છે કે આખી જીંદગી આમ જ જતી રહેશે???

સ્વર્ગ થોડા જ સમય માં પરિસ્થિતી કળી જાય છે. તે સ્મિત ને મનાવવાનાં ઘણાં પ્રયત્નો કરે છે. ક્યારેક ગજરો લાવે તો ક્યારેક રસ. પણ સ્મિત ને આ બધા માં રસ રહેતો નથી. આખરે સ્વર્ગ હિંમત કરી પૂછે છે આખરે થયુ છે શુ??? સ્મિત તેની મુંઝવણ તેનો અણગમો જણાવે છે. સ્વર્ગ તેને પલંગ પર બેસાડી પોતે નીચે બેસી તેને કહે છે… અરે મારૂ તો સાંભળ હું પણ ટિફીન લઈ નીકળુ ને ટ્રેન માટે રાહ જોવ. માંડ ટ્રેન આવે ત્યાં ધક્કા ખાતો ચળી જાઉ. પછી કોલેજે સિનિયરસ કામ સોંપે, સ્ટુડંટ મસ્તી કરે જેમ તેમ દિવસ પુરો કરૂ ને ફરી એજ ટ્રેન, એજ ધક્કા. ટ્રેન માં બધાની ભીડ, પરસેવા આ બધા વચ્ચે પણ હું ખુશ હોવ. કારણ હું ઘરે આવુ છુ જ્યાં તુ છે! તને મળી મારો બધો થાક નાશી જાય. ઘર ને યાદ કરતાં તુ જ દેખા આ નાની ઓરડી કે આ લટકતુ દોરડુ કશુંજ નહી. આ ભીડ વાળુ મુંબઈ છે અહીં ની life style fast છે. જગ્યા ઓછી ને અગવડ જાજી એવુ છે. પણ આ મુંબઈ આપણા માટે છે આપણે મુંબઈ માટે નથી. આપણા માટે આપણે બે જ મહત્વ નાં છીએ. આ પરિસ્થિતી મહત્વની નથી.

આ વાત સ્મિત સાંભળતી નથી પણ સમજી પણ જાય છે.બસ પછી બંન્ને સરસ રીતે જીંદગી જીવે છે.એજ પરિસ્થિતી છે શોરબકોર, કોમન સંડાસ બાથરૂમ, નાની ઓરડી ને હાં લટકતો વાયર પણ. છ્તાં તેઓ ખુશ છે કારણ કે પરિસ્થિતી ને મહત્વ આપવાને બદલે તેઓ બંન્ને સાથે છે તેનુ જ મહત્વ છે. અને જ્યાં બંન્ને વચ્ચે પ્રેમ હોય ત્યાં જ તો સાચુ સ્મિત અને સાચુ સ્વર્ગ વસે છે. ખરૂ ને???

આ વાર્તા મને તો ખુબ ગમી હતી શું આપને ગમી ખરી???





કંઇ યાદ આવી ગયુ…

22 12 2008

બહાર નજરો કરતા કંઇ યાદ આવી ગયુ…

વૃક્ષ પરથી પર્ણ ખર્યુ ને કંઇ યાદ આવી ગયુ…

સાંભળી પેલા વાંસળીના સૂ ર કંઇ યાદ આવી ગયુ…

આખ માંથી ટપક્યુ અશ્રુ ને કંઇ યાદ આવી ગયુ..

આભના ચંદરવા ને જોતા કંઇ યાદ આવી ગયુ…

ઝરમર વરસાદ મા ભીંજાતા કંઇ યાદ આવી ગયુ…

ઉઘડતા પહોરે આખો ને ખોલતા કંઇ યાદ આવી ગયુ…

ઠંડી ની એ થર થર ધ્રુજારી મા ધ્રુજાતા કંઇ યાદ આવી ગયુ…

પડ્યુ એક ટીપુ પરદ્વેદ નુ ને કંઇ યાદ આવી ગયુ…

દીનભરની વ્યસ્તતા મા ડુબવા છતા…

ખરુ કહુ હદય ના પ્રત્યેક સ્પંદને કંઇ યાદ આવી ગયુ..





એકમેક ને

22 12 2008

મળી ન શક્યા નયનો થી એકમેકને
કહી ન શક્યા શબ્દો થી કંઇ એકમેકને

ખરુ પુછો તો મળવા અને કહેવાની
ક્યા જરૂર જ હતી એકમેકને

જ્યા હદય-સેતુ સંગ બાંધ્યા’તા એકમેકને
હરખ-ઘેલા થઇ ચાહ્યા એકમેકને

મિલન અને વિરહે તપવ્યા એકમેકને
યાદ કરવાની ક્યા જરૂર હતી એકમેકને

પ્રેમ રંગે રંગ્યા’તા એકમેકને
વિશ્વાસના તાંતણે બાંધ્યા’તા એકમેકને





જેટલુ…

22 12 2008

જેટલુ સાથે રહીએ તેટલુ વધુ
સંગાથે રહેવાનુ મન થાય

અચાનક કોઈ અજાણ્યાં માંથી
જ્યારે આપણુ બની જાય

વાતો એમની સાંભળી ને મન
બસ હરખાઈ જ જાય

હ્ર્દય ને પણ જાણે લાગણી
ભર્યો મહાસાગર મળી જાય





મારી બારી એ થી…

22 12 2008

સમી સાંજ નાં બારી એ થી
નીકળતું યુગલ મારી શેરી એ થી

છલકતો પ્રેમ ઊર મહેંથી
ધીમી શી વાત વધુ તો ઈશારે થી

હાથ માં હાથ ને પરોવી
જાણે આતમ કેરી બાથ ભરી

મંદ મંદ હાસ્ય ને લહેરાવી
મારા અંતર ની યાદો ને ખખડાવી

મુજ ને મારુ યૌવન સંભરાવી
ચશ્મા માંથી હર્ષાશુ ટપકાવી

મે મનોમન શુભકામનાઓ પાઠવી!!!





મારી વાત…

22 12 2008

કેટલીક વખત કોઈ વાર્તા આપણા સ્મૃતિપટ પર અંકિત થઈ જતી હોય છે. પછી તે વાંચેલી વાર્તા હોય કે જોયેલી કે પછી સાંભળેલી…તેમાં ની કેટલીક હું અહીં રજુ કરુ છુ.

ફેનટાસ્ટિક…!!! નામ ઉપર ની આ સરસ વાર્તા છે. જે આપણ ને ભણવામા આવતી હતી…. એક દંપતી ને ત્યાં પુત્ર જન્મે છે.તેનુ નામ શું રાખવું???બંને ખુબ વિચારે છે અંતે કંઈક નવિન નામ રાખવાના આશય થી તેનુ નામ ફેનટાસ્ટીક રાખે છે…આ બાળક ને તેનુ નામ ગમતુ હોતુ નથી.તે ધીમે ધીમે મોટો થાય છે. અને પોતાના નામ પ્ર્ત્યેનો તેનો અણગમો વધતો જ જાય છે. સ્કુલ, કોલેજ આખરે તેનાં લગ્ન થાય છે.. છતાં તેને પોતાનુ નામ ગમતુ નથી. તેને હંમેશા થાય કે આ કેવુ નામ ફેનટાસ્ટિક. તેને ત્યાં બાળકો થાય,પૌત્રો થાય છતાં નામ પ્રત્યે નો અણગમો દૂર થતો નથી.જીવન નાં અંત સમયે તે તેની પત્ની ને કહે છે કે આખી જીંદગી મે મારા નગમતા નામ સાથે કાઢી પણ મર્યા બાદ પણ મને આજ નામ થી ઓળખે તેથી મારી કબર પર મારુ આ નામ ના લખાવીશ. .તેની પત્ની એ તેની આ ઈચ્છા પુરી કરવા કબર ની તખ્તી પર તેના નામ ને બદલે લખાવ્યુ કે જેણે જીવન માં ક્યારેય પર સ્ત્રી ની સામે જોયુ નથી તે વ્યક્તિ… લોકો આ વાક્ય વાંચી બોલી ઉઠતા અરે વાહ ફેનટાસ્ટિક !!!

જે ઈચ્છતો હતો તેનુ નામ બાદલાય પણ મર્યા બાદ પણ તેજ નામ આખરે આવી જાય છે.

આરીતે મારા સ્મૃતિ પટ પર ની વાર્તા અહીં રજુ કરીશ મારી વાતો માં. આપને ગમશે ને???





જોયુ છે ખરૂ ???

19 12 2008

આપણે બહાર ની ઝડપી ચાલતી દુનિયા સાથે કદમ મિલાવવા એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ…કે આપણા પોતાના તરફ દુર્લક્ષ સેવીએ છીએ…અને લકદાચ આપણા તરફ ધ્યાન આપીએ તો પણ બાહ્ય ચળકાટ આકર્ષક પાસા ગમે તેને દેખાડવાના પ્રયત્ન કરીએ છીએ…પણ જે જરૂરી છે પણ આકર્ષક નથી તેનાપર અણગમો વ્યક્ત કરતા થઈ જઈએ છીએ. કદાચ દેખીતી રીતે આપ મારી વાત ના સમજી શ્કયા હો પણ વિસ્તાર થી કહુ તો…જે બાહ્ય રીતે સુંદર દેખાતુ હોય તે ગુણ ની દ્રષ્ટિ એ સુંદર ના પણ હોઈ શકે. અને જે બાહ્ય રીતે એટલુ આકર્ષક ના હોય છતાં ગુણ ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ હોઈ શકે..

આ વાત કરતાં મને ભણવામાં આવતી એ વાર્તા યાદ આવી… એક સાબર હોય. તે નદી કાઠેં પાણી પીવા જાય છે. ત્યાં પોતનુ પ્રતિબિંબ જોઈ ને વિચારે છે કે…ભગવાને મને આટલા સરસ શિંગળા આપ્યા પણ આ પગ તો જો કદરૂપા … આવુ વિચારતુ હતુ ત્યાં ચાર પાંચ શિયાળ નુ ઝુંડ આવ્યુ અને સબર ને શિકાર બનાવવા તેની પાછળ દોડ્યા. સાબર ત્યાંથી ભાગવા તત્પર બન્યુ તે વખતે તેને પોતના પગ જ તો કામ માં આવ્યા હતાં જે ના તરફ થોડીવાર પહેલા સબર અણગમો વ્યકત કરતુ હતું.પરંતુ જે શિંગળાપર તેને ગર્વ હતુ તે જંગલ ની ઝાડીઓ માં ભરાઈ ગયા અને પ્રયત્ન કરવા છતાં તે નીકળી નાં શક્યા. અંતે સબર શિયાળો ના હાથ માં આવી જાય છે.અંતે તેને સમજાય છે કે તેણે જે પગ પ્રત્યે આટલુ દુર્લક્ષ સેવ્યુ તે જ તેને કામ લાગ્યા અને શિંગળા ને કરણે તે લાચાર બની મોત ને ભેટ્યુ.

બસ આજ રીતે આપણે રૂપ ની દ્રષ્ટિ એ તારણ કરતા હોઈએ છીએ પણ ગુણ તરફ દુર્લક્ષ સેવતા હોઈએ છીએ. એ પછી આપણી વાત હો કે આપણા મિત્રોની કે સમાજ ની.બાહ્ય જાકજમાળ છોડી આંતરિક સુંદરતા તરફ જોયુ છે ખરૂ ???





જીવનસાથી

16 12 2008

હર એક યુવાન હૈયા નો સવાલ કે…
ક્યાં હશે મારો જીવનસાથી

હસતો હસાવતો ને મુજને
મનાવતો શાન મા સમજતો
ક્યાં હશે મારો જીવનસાથી

હૈયામા રાખતો ને મુજને
હર કદમ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

મૌન થી સમજાવતો ને મુજની
હર પળ દરકાર રાખતો
ક્યાં હશે મારો જીવનસાથી

સપના મા આવી જગાડતો મુજને
જાગતા સપના બતાવતો
ક્યાં હશે મારો જીવનસાથી

ચહેરા પર સ્મિત લાવવા મથતો મુજને
હર સુખ દુખ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

વર્ણન કર્યુ આ તો હદયે મુજને
વસ્તવમા મળશે ત્યારે જરૂરથી કહીશ
અરે હા આતો મારો જીવનસાથી.





ગુજરાત ગૌરવ

16 12 2008

મારુ ગુજરાત મને રુડુ લાગે
રુદિયા માંજ જાણે વસતુ લાગે

ગાંધીની અહિંસા અર્પતુ લાગે
લોખંડી વિર ની મર્દાંનગી બક્ષતુ લાગે

નર્મદા નાં નીરને વહાવતુ રાખે
સૌને પ્રેમ થકી પોષતુ લાગે

સોમનાથ ની ગાથા ગાતુ લાગે
નટખટ નંદ ની યાદ અપાવતુ લાગે

ટેક્નોલોજી થી પ્રગતી સાધતુ ચાલે
અનોખુ સ્થાન બનાવતુ ચાલે

નરસીંહ નાં પ્રભાતિયા સાથે જાગે
મીરા ના ભજનો એ રોજ ગાયે

આભારી હું ઈશ્વર નો થઊ એવુ લાગે
ધરા ગુર્જર ની જે હરિયાળી રાખે

મહેનતુ પ્રજા અહીં મોજ કરી જાણે
મુશ્કેલી માં ખભેખભા મિલાવી જાણે

ધન્ય હો ગુર્જર તુજ અમારી માત લાગે
તુજ ચરણ માં મુજ શિષ સદા રહે.





સમણા…

16 12 2008

રાત પડે ને શમણાં ખીલે
કોઈ અજાણ્યુ ઉર નાં દ્વારે ઉભે
ન ઓળખ છતાં વ્હાલેરુ લાગે
નથી પાસ છતાં પોતીકુ લાગે
રાત પડે ને શમણાં ખીલે
રુબરુ મળવાની આશ જાગે
ધીમે અજાણ્યુ આપણુ લાગે
વગર એના કશી અધૂરપ લાગે
વિચારતા એને ચહેરા પર સ્મિત જામે
દિલ રાજી થય જોઈ એને સામે