તને ચાહવું એટલે ?!

10 02 2009

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને
ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
-સંકલીત





બહાર પીટે મોટુ ઢોલ, ભીતરમાં છે પોલંપોલ

30 01 2009

આજકાલ દરેક ક્ષેત્રે હરીફાઇનુ તત્વ ખૂબ વધી ગયુ છે. એક નોકરી માટે કેટલીય તો અરજી આવે. વળી ઉમેદવારો પાસે પણ જાતજાત ની અપેક્ષાઓ રાખવામા આવે. ઉચી ડિગ્રીઓ, વાતચીત મા સામાને લપેટીને શીશીમા ઉતારવાની કળા(જેને સારી ભાષામા કોમ્મુનિકેશન સ્કિલ કહે છે) અનુભવ, સારો દેખાવ, અનેક પાસાઓ ચકાસીને સારી કંપનીઓ ઉમેદવારની પસંદગી કરે છે.

થોડા વર્ષો પહેલા, એક જાણીતી કંપનીની સિલેક્શન કમિટીની હુ મેમ્બર હતી. ઉંચા પગારવાળી જવાબદારી ભરી જગ્યાઓ ભરવાની હતી. બહુ સ્વાભાવિક છે, કે જેમ જેમ બધાને ખબર પડતી ગઇ કે હુ આ પસંદગી સમિતિની સભ્ય છું, તેમ તેમ રાતોરાત મારા ભાવ વધી ગયા. રાજકીય, સામાજીક તથા ધાર્મીક વડાઓ તરફથી મારા પર ફોન, પત્ર, પર્સનલ મિટિંગ જાતજાતની રીતે દબાણો થવા માંડ્યા. વર્ષોથી ભુલાઇ ગયેલા સગાઓ, કોલેજ કાળના મિત્રો, જુના વિધ્યાર્થીઓ, મારા શિક્ષકો, બધા જાણે ખાસ ઓળખીતા હોય તેમ મુલાકાતે આવવા લાગ્યા. એક દિવસ તો અમારા મંદિરનો પુજારી મોટો પડિયો ભરીને પ્રસાદ ઘેર આપવા આવ્યો. મને કહે, તમારા બા રોજ દર્શન કરવા આવે છે. તમને બહુ દિવસથી જોયા નતા એટલે આજે જાતે આવ્યો. મારા દિકરાનુ તમારે કરવાનુ છે હો બહેન. આપણો હિતેશ, એમ.બી.એ. ફર્સ્ટ કલાસ છે.

પેનલ પર અમે ચાર જણ હતા. બધાજ પ્રામાણિક. ખરેખર તો આ જમાનામાં પ્રામાણિકતાને કારણે જ તમારે મિત્રો ઓછાને દુશ્મન જાજા બને છે. કાંઇ વાંધો નહી, દરેક વસ્તુની કિંમત ચુકવવી પડે છે તેમ માનવાનુ. ઇંટવ્યુ શરૂ થયા. સૌ પ્રથમ એક છોકરી અંદર આવી. તેનુ નામ નંદિતા હતુ. એખાવડી, સ્માર્ટ તથા પહેરે ઓઢવે સુખી ઘરની લાગતી હતી. અમને બધાને ગુડ-મોર્નીંગ કહીને, બેસવાનુ કહેવામા આવ્યુ પછી બેઠી.

આ નોકરી માટેની કઇ યોગ્યતા તારામાં છે તે તુજ કહે ને. મે પુછ્યુ.

નંદિતા કહે, મારામાં ભારોભાર આત્મવિશ્વાસ છે. તમે જે કામ સોંપશો એ હુ ચોકસાઇ થી કરી સકીશ. તેના ઉચ્ચારો અમેરીકન છાંટવાળા હતા. તેથી તેને પુછવામાં આવ્યુ કે તુ ક્યાની છે?

નંદિતા કહે, હુ તો અહીની જ પણ મારા ઘણા સગા યુ.એસ. મા રહે છે, તેથી મોટાભાગ ના વેકેશનો મે ત્યા જ વિતવ્યા છે. મારા કાકા સિલિકોન વેલીના બહુજ જાણીતા ઉધ્યોગપતિ છે. કાકા ન્યુયોર્ક ટાઇમ્સ ના રિપોર્ટર છે અને મારો કઝીન વાઇટ-હાઉસમા કામ કરે છે

આ નોકરીમા જાતજાતના લોકોને તારે મળવુ પડશે. તને લાગે છે કે તુ બરાબર કામ કરી શકીશ?’ કોઇકે પુછ્યુ.

એમા તો હુ એક્ષ્પર્ટ છુ. મને પાર્ટીઓનો ગાંડો શોખ છે.

આ પર્ટીની વાત નથી. લોકોને પાર્ટી જેવા સામાજીક ફંકશનમા મળવુ અને બિઝ્નેશ મિટિંગમા મળવુ એ બે તદ્દન જુદી વાત છે. કોઇકે ટકોર કરી.

પછી નંદિતાને ટેકનીકલ પ્રશ્નો પુછવામાં આવ્યા. તેના વિષયને લગતુ તેનુ જ્ઞાન સારૂ હતુ. બધુ પત્યુ એટલે તેને જવાનુ કહેવામા આવ્યુ. એટલે નંદિતા કહે, આપને વાંધો ન હોય તો હુ આપને એક પ્રશ્ના પુછુ?’

મને આ છોકરી ગમી ગઇ. જો કે આપણા દેશમા તો સદીઓ સુધી સ્ત્રી જાતીના અવાજને દબાવી દેવામા આવ્યો છે જ્યા સ્ત્રી તરીકે જન્મનારનુ પણ ગળુ ધોટવામા આવતુ હોય, જ્યા વાદવિવાદમાં ન ઉતરે, ઝાઝી પુછપરછ ન કરે તેવી કહ્યાગરી સ્ત્રીઓને સારી છોકરી ગણવામાં આવતી હોય, ત્યા આવી છોકરીઓ ભાગ્યે જ મળે જે સ્વતંત્ર રીતે વિચારી શકે!

નંદિતા કહે,’કામના પ્રમાણમા તમારુ પગાર ધોરણ બરાબર નથી હુ જરા જંખવાઇ ગઇ છતા મે કહ્યુ,’બીજા ઉધ્યોગો કરતા આ નોકરીમા શરૂઆતના પગારો ખુબ સારા છે.

હશે, પરંતુ મારે મારુ પોતાનો ફ્લેટ ભાડે લઇને રસોઇઓ, નોકર રાખીને રહેવુ હોય તો આટલા પગારમાં ન પોસાય.

તુ તો તારા કુટુંબ સાથે જ રહેતી હોઇશને! કંપનીની બસ છે. સવારનુ લંચ કંપની તરફથી સબ્સીડાઇઝ ભાવમા મળે છે અમે કહ્યુ.

કમાતી થાઉ એટલે હુ તો જુદી જ રહેવા માંગુ છુ. એ લેટેસ્ટ ટ્રેંડ છે. હુ તો નવા જમાનાથી બાઘી બાઇ હોઉ તે દ્રષ્ટિએ મારી સામે જોઇને તે રૂમની બહાર નિકળી ગઇ.

એ દિવસના ઇંટર્વ્યુ પતતા જ સાંજ પડી ગઇ. ઘેર પહોચતા રોજ કરતાં વધારે મોડુ થઇ ગયુ. પહોચતાની સાથે જ મારા સાસુ કહે પ્રિતીની દિકરેની અઢારમી બર્થ્-ડે છે. તેની પાર્ટીમા તારે જાવાનુ છે ભુલી ગઇ? આખો દિવસ કામમા નવરી જ નથી પડતી તુ તો!! આપણે બધાએ આ સમાજમા રહેવાનુ છે તે ભુલતી નહી

આજ્ઞાંકિત બાળકની જેમ હુ સાડી બદલીને પ્રિતીના ઘરે પહોંચી. એજ ઘીસીપીટી બર્થ્-ડે પાર્ટી, આજકાલતો ઇવેંટ મેનેજમેંટની બોલબાલા છે. તમે કેટલી પેટી ખર્ચવા માગો છો તે નક્કી કરીને આવા પ્રસંગ ઉકેલનારની મદદ લઇ લો તો તમે ફ્રી ના ફ્રી. નાણા કોથળીની ગાંઠ તમારે ખોલવાની. બીજી બધી ગાંઠ ઇવેંટ મેનેજર ઉકેલી શકે. ગરમી કહે મારુ કામ! ઠંદાપીણાની ટ્રે ફરતી હતી. પુરુષો શેર બજાર તથા પોલિતિક્સની તથા સ્ત્રીઓ એન આર આઇ મહેમાનો તથા સોનાના ભાવની ચર્ચાઓ કરતી હતી. ત્યા જ મે એક જાણીતો ચહેરો જોયો. તે છોકરીએ સાડી પહેરેલી હતી અને બધા મહેમાનોને ઠંડા પીણા સર્વ કરી રહી હતી. મે એક્વાર તેની સામે જોયુ એટલે તે ઓળખાણ છુપાવવા માગતી હોય તેમ આઘીપાછી થઇ ગઇ. ટીચર તરીકે મારો ગુણ કે અવગુણ જે ગણો તે એવો છે, કે હુ કોઇ પણ પ્રોબલેમ ને સુલઝાવ્યા વગરનો અધૂરો છોડી સકતી નથી. હુ પ્રિતીની પાસે ગઇ.

પ્રિતી પેલી ટ્રે લઇને ફરે છે તે છોકરી કોણ છે?’

પ્રિતી કહે,’નંદિતા છે. મારા હસબંડની ઓફિસમા તેના પપ્પાની કેંટીન છે. જોકે છોકરી સ્માર્ટ છે. અમારી ઓફીસની મદદથીજ તે ભણીને એંજીનીયર, એમ બી એ થઇ છે. તારા ઘરે કોઇ પણ પાર્ટી હોય તો આને બોલાવવા જેવી છે. કેટરીંગનુ કામ પણ કરે છે. તેના પપ્પા પાસે હજીતો સીખે છે. હુ તો છક્ક્ડ ખાઇ ગઇ! આ તો ઇંટવ્યુમા આવી હતી તે જ નંદિતા! લોકો આટલુ જુઠ્ઠુ સાને બોલતા હશે.

એ આખુ અથવાદિયુ ઇંટવ્યુ ચાલ્યા, જાતજાતના ઉમેદવારો આવ્યા. છેલ્લે દિવસે સવારે એક છોકરો આવ્યો. સાદા કપડા અને શાંત છતા પ્રતિભાશાળી. બધાજ સવાલોના સરસ મુદ્દાસર જવાબ આપ્યા. અમને બધાયને તે ગમી ગયો. એની કૌંટુબીક પાશ્ર્વભૂમિકા માટે થોડિ વધારે માહિતી જાણવાના આશયથી તેને વધરે પ્રશ્નો પુછ્યા.

તુ ખરેખર કોમ્પ્યુટર સાયંસમા હોશિયાર છે ભાઇ, બહુ નાની ઉમરે તે શીખવાનુ ચાલુ કર્યુ હતુ?’

હા જી, લગભગ આઠ વરષનો હતો ત્યારથી.

કેમ આટલુ જલ્દી?’

મારા મમ્મી સ્કૂલના ટીચર હતા. ઘરે મારે એકલા બીજુ શુ કરવાનુ હોય્? એટલે નાનપણથી જ કોમ્પ્યુટરનો ચસ્કો લાગી ગયો. તે બોલ્યો.

છોકરો એટલો ખાનદાન હતો કે પોતાનુ વાજુ વગાડવા માંગતો ન હતો. ક્યાય હુ પદ બતાવતો ન હતો. આવા લોકો બધાને બધારે બની જતા હોય છે.

તારા પિતાજી ક્યા કામ કરે છે?’

બહેન, તમને મારી બુધ્ધી અને શક્તિમા વિશ્વાસ છે ને? મારા પિતાજી ક્યા છે અને શુ કરે છે તે આપ ન પુછો તો સારુ. આ નોકરી માટે મારી પસંદગી થાય તો ઠીક નહિતર હુ નાસીપાસ નહી થાઉ

તુ કેટલો પગાર ઇચ્છે છે ભાઇ?’

તેણે જે આકડો કહ્યો તે અમારી અપેક્ષા કરતા સહેજ વધારે હતો તેથી મે પુછ્યુ,’અમે તને આટલો પગાર આપીએ તો તુ એ પ્રમાણેનુ કામ કરી શકીશ ખરો?’

આપ જોજોને મારા ખભે સંપુર્ણ જવાબદારી લઇને કામ કરીશ. મારા પગારના એસી ટકા રૂપિયા હુ દાનમા આપુ છુ. આર્થીક રીતે મજબૂર એવા વિધ્યાર્થીઓને ભણાવવામા વાપરુ છુ.

અમે એ અંગે થોડી તપાસ કરી અને અંતે તેને પસંદ કર્યો. થોડા દિવસ પછી એ કંપનીનો ક્લાર્ક થોડી સહીઓ કરાવવા મારી પાસે આવ્યો.

ઇંટર્વ્યુ માટે આવેલા ઉમેદવારોના TA/DA તથા હોટલના ખર્ચના વાઉચર્સ હતા. મને કહે, આપણે જે નિમિષ મહેતાને પસંદ કર્યો તેણે કોઇ બિલ નથી મુક્યા. ગઇ કાલથી તે કંપનીમા જોડાયો એટલે મે તેને પુછ્યુ તો તે કહે, હુ તો પર્સનલ કામથી અહી આવવાનો જ હતો તથા મારા કાકાનુ ઘર અહી બાજુમા જ છે. તેથી એમના ઘરે જ રહ્યો હતો. મારી સ્ત્રી સહજ જિજ્ઞાસાવ્રુતી જાગ્રુત થઇ ઉઠી. મે તેના appoinment letterની કોપી પર તેનુ કાયમી સરનામુ જોયુ. શહેરના અત્યંત જાણીતા તથા તવંગર ડોક્ટરનો આ એકનો એક સુપુત્ર હતો.

ખરેખર ખાનદાનીનુ તેજ સુર્યના તેજ જેવુ હોય છે. ઉગતી વખતે પણ લાલ અને આથમતી વખતે પણ લાલ. પેલી આછકલાઇથી ભરેલી નંદિતા મને યાદ આવી ગઇ. બહાર પીટે મોટુ ઢોલ,

ભીતરમાં છે પોલંપોલ જેવી…


સુધા મુર્તિ





તરક્કી કા અંદાજા

24 01 2009


ઇસ દેશમે હજારોં કામ હૈ. હજારો કામ હમ કરેંગે, ફીર ભી હજારોં બાકી રહેંગે. કામકા અંદાજા ઇસ તરહ કરેં કિ હમને કોઇ નૈ ઇમારત બનાઇ, કોઇ નયા સ્કુલ બનાયા ઔર કોઇ નયા બડા કામ કિયા, તો ઠીક હૈ૱, લેકિન આખિરમેં કામકા અંદાજા યહ હૈ કિ ઇસ મુલ્કમેં ઐસે કિતને લોગ હૈ જિનકી આંખોસે આંસુ બહતે હૈ, ઉનમે સે કિતને આંસુ હમને પોંછેં, કિતને આંસુ હમને કમ કિયે, વહ અંદાજા હૈ ઇસ મુલ્કકિ તરક્કીકા, ન કિ ઇમારતે જો હમ બનાએં યા કોઇ શાનદાર બાત જો હમ કરેં. ક્યોંકી આખિરમેં યહ મુલ્ક ક્યા હૈ? યહ મુલ્ક ઇસકે રહનેવાલે કરોડોં આદમી હૈ – મર્દ, ઔરતે ઔર બચ્ચે – ઔર આખિરમે ઇસ મુલ્કકી ભલાઇ બુરાઇ ઉન કરોડો આદમિયોકી ભલાઇ ઔર બુરાઇ હૈ. ઔર આખિરમે મુલ્ક હૈ હમારે છોટી ઉમ્રકે લડકે-લડકિયાં ઔર બચ્ચે. ક્યોકિ હમાર, આપકા ઔર હમારી ઉમ્ર કે લોગોંક જમાના તો ગુજરતા હૈ.


હમને અપના ફર્જ અદા કિયા, બુરા યા ભલા. હમારા જમાના ગુજરતા હૈ ઔર ઓરોકો સામને આના હૈ. જહા તક હમમેં તાકત થી, હમારે બાજુમેં ઔર હાથોંમેં, હમને આઝાદીકી મશાલકો ઉથાયા ઔર કભી ઉસકો ગીરને નહી દિયા. અબ સવાલ યહ હૈ કિ આપમે ઔર હિન્દુસ્તાનકે કરોડો આદમિયોમેં, નૌજવનો ઔર બચ્ચોમે, કિતની તાકત હૈ કિ વે ભી ઉસકો શાનસે ઉઠાએ રખેં, ઇસ મુલ્ક્કી ખિદમત કરેં, તરક્કી કરે ઔર ખાસ કર ઇસ બાત પર હમેશા ધ્યાન દે કિ કિસ તરહ સે ઇસ મુલ્કકે લાખો-કરોડો મુસીબતજદા આદમિયોકે આંસુ પોંછે, કૈસે ઉનકિ તકલીફે દૂર કરેં, કિસ તરહ વે તરક્કી કરે. આજકલ કિસ તરહસે હમરે બચ્ચોકો મૌકા મિલે કિ વે ઠીક તૌરસે સીખે, પઢે-લીખે, ઉનકા શરીર ઠીક હો, મન ઠીક હો, ઔર દીમાગ ઠીક હો, ઔર ફીર બડે હો કર વો ઇસ મુલ્ક કા બોજા અચ્છી તરહ સે ઉઠાએ. યહ બડા કામ હૈ, જબરદસ્ત કામ હૈ. કોઇ ખાલી કાયદે ઔર કાનૂન સે, ગવરમેંટ કે હુકમ સે તો નહી હો સકતા, જબ તક કિ સારી જનતા ઉસમે હિસ્સા ના લે ભાગ ના લે.


હમ એક બડે મુલ્ક કે રેહનેવાલે હૈ. જબદસ્ત મુલ્ક હૈ, જબદસ્ત ઉસકા ઇતિહાસ હૈ, બડે મુલ્ક કે રેહનેવાલે બડે દિલ કે હોને ચાહિયે. શાન સે હમને હિન્દુસ્તાનકો આઝાદ કિયા. શાન સે હમે આગે બઢાના હૈ, શાનસે હમે યહ જો હિન્દુસ્તાનકિ આઝાદી કિ મશાલ હૈ ઉસકો લે કર ચલના હૈ, ઔર જબ હમારે હાથ કમજોર હો જાએ તો ઔરો કો દેના હૈ. તાકી નૌજવાન હાથ ઉસકો ઉઠાયે ઔર હમ અપના કામ પુરા કરકે ફીર ચા હૈ ખાક મે મિલ જાયે.

– જવાહરલાલ નહેરુ (15 ઓગસ્ટ, 1952)





મહેનત કરને કા સમય

24 01 2009


એક જમાના થા જબ એક બડે વ્યક્તિ કિ રોશની સે હમરેં દિલોમેં ભી કુછ ગર્મી આઇ થી. મહાત્માજી કા સબક સુન કર ઉનકી આવાઝ હમારે કાનો ઔર દિલોમેં ગુંજી થી ઔર હમ લોગ દેશમેં લાખો ઔર કરોડોંકી તાદાદમેં અપને ઘરકી મામુલી બાતોંકો, જગડોકો ભુલ કર, અપને પરિવારોં કો તક કો ભુલ કર, અપને પૈસે ઔર જાયદાદોકો ભુલ કર મેદાનમેં આયે થે. ઉસ સમય કોઇ સવાલ નહી ઉથતાથા અપને ફાયદેકા, અપને ઓહદેકા, અપની નૌકરી કા, અગર કોઇ મુકાબલા થા તો ખાલી ઇસ બાતકા કિ કિસ તરહ સે હમ દેશકી સેવામે મુકાબલા કરે. એક ખ્વાબ થા, એક સ્વપ્ન થા જો હમને દેખા ઔર કભી કભી કિસી કદર પગલોંકી તરહસે હમ ઉસ સ્વપ્ન કે પીછે દૌડે.


મે આપસે યાદ દિલાના ચાહતા હુ ઉસ જમાને કિ જબ બગૈર કિસી ફૌજકે, બગૈર કિસી હથિયાર કે, બગૈર કિસી બાહરી સહારે કે, બગૈર પૈસેકે ઇસ મુલ્ક કિ આઝાદી કિ લડાઇ લડી ગઇ થી. કિસને લડી થી? ઇસ મુલ્ક મે બડે બડે નેતા થે, ઔર હમારે બડે ભારી નેતા થે મહાત્માજી. લેકિન આખીર મે ઇસ મુલ્ક કિ લડાઇ હમને, હમારે કિસાનોંને, હમારે અદનાસે અદના, ગરીબસે ગરીબ આદમીયોંને લડી થી. ઉનકે ઉપર બોજા પડા થા ઉસ લડાઇકા. કૈસે વે જીતે થે? અપની હિમ્મત સે, આપને દમસે, ઔર અપને દેશકે નેતા પર ભરોસેસે.

– જવાહરલાલ નહેરુ (15 ઓગસ્ટ, 1949)





બહુત મઝિલે બાકી હૈ

24 01 2009


આજ એક શુભ મુબારક દિન હૈ. જો સ્વપ્ન હમને બરસો સે દેખા થા, વહ કુછ હમારી આખોં કે સામને આ ગયા. દિલ હમારા ખુશ હોતા હૈ કિ એક મંઝિલ પર હમ પહુંચે. યહ હમ જાનતે હૈ કિ હમારા સફર ખતમ નહી હુઆ, અભી બહુત મઝિલે બાકી હૈ.


હમારા મુલ્ક આઝાદ હુઆ. લેકિન આઝાદી ભી અજીબ-અજીબ જિમ્મેદારિયાં લાતી હૈ ઔર બોજે લાતી હૈ. અબ ઉન જિમ્મેદારિયોંકા હમે સામના કરના હૈ ઔર અપને બડે બડે સવાલોકો હલ કરના હૈ. હમે ગરીબી કો દુર કરના હૈ, અનપઢન કો દુર કરના હૈ, ઔર આપ જાનતે હૈ કિતની ઔર મુસીબતેં હૈ જિસકો હમે દુર કરના હૈ.


હમે સારે દેશમે બહુત કુછ આર્થિક તરક્કી કરની હૈ, કારખાને ખોલને હૈ, ઘરેલુ ધંધે બઢાને હૈ, જિસસે દેશ કિ ધન-દૌલત બઢે – ઔર ઇસ તરહસે નહી બધે કિ વો થોડી સી જેબોં મે જાયે, બલ્કી આમ જનતાકો ઉસસે ફાયદા હો. હમે આઇન્દા આરામ નહી કરના, બલ્કી મેહનત કરની હૈ, એક્દુસરેકે સહયોગકે સાથ કામ કરના હૈ, તભી હમ અપને બડે સવાલો કો હલ કર સકેંગે.

– જવાહરલાલ નહેરુ (15 ઓગસ્ટ, 1947)





કંઠના કામણ

17 01 2009

યાદ આવે કંઠના કામણ હજી
ને ઝરમરે શબ્દ નો શ્રાવણ હજી
હોઠ ની પ્યાલી ને લાલી ગાલ ની
ડેલીએ ડોકાય છે ફાગણ હજી
દિવસો જુદાઇ ના વસમા હતા
શ્વાસ મા ખેંચાઇ આવે રણ હજી
દુઃખ મારા જ્યા બધા ભુલી જતો
એજ લોકોના રહ્યા વળગણ હજી
વાત મીઠી કરી’તી એમણે
ઓગળે છે ટેરવે ગળપણ હજી
સુર્ય ડુબ્યો ને ક્ષિતિજ આથમી
કેમ પાછુ ના વળે એ ધણ હજી
શહેર આખુ જાણતુ સૌ ઓળખે
એમની બસ પોળમાં અડચણ હજી
એમના પગલા પડ્યા જે ધૂળમા
એની કઇ મળતી રહે રજકણ હજી
કેમ છો એવુય પુછે દુઃખમા
એટલા મળતા રહે સગપણ હજી
– ફિલિપ ક્લાર્ક





બીજો રંગ

17 01 2009

જહાંગીર બાદશાહ એક વખત ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એક ઘોડેસવાર માથે સુંદર ફેંટો પહેરીને જતો હતો. બાદશાહને ફેંટાનો રંગ બહુ ગમી ગયો. તેણે ઘોસેસવારને બોલાવ્યો અને પુછ્યું,”તે તારો ફેંટો ક્યાં રંગાવ્યો છે?” જવાબમાં ઘોડેસવારે એક રંગરેજ બાઈનું ઠેકાણું બતાવ્યું.

બાદશાહે તે બાઈને બોલાવીને પૂછ્યું, ”તુ મને આવા રંગનો ફેંટો બનાવી આપે? ”

બાઈએ કહ્યું, ”ઝીણી મજલીન લઈ આપો તો રંગી આપુ પણ તેના જેવો તો રંગ નહી જ થાય ”

બાદશાહ : ”કેમ નહીં થાય?”

બાઈ : ” કારણ કે તેમનાં પર તો બેવડા રંગ ચડેલા છે ”

બાદશાહ  : ”મારા ફેંટા ને ચાર વખત રંગજે”

બાઈ: ”બેવડા રંગ માત્ર તોલપન થી નાખેલાં તે નહીં. તેમાં એક રંગ તો જે દેખાય છે તે – અને બીજો રંગ તે આશકીનો. આશકી નો રંગ બધા પર ના ચડે.”

– રવિશંકર મહારાજ





કો’ક દિન !

17 01 2009

કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગી ના મોજા

કાંઈ અફસોસ નહીં કાંઈ નહી ફિકર
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર

આવે ને જાય એના વેઠવા શાં બોજા?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા

દૂધ મળે વાટ માં કે મળે ઝેર પીવા
આપણે તો થીર બળે આતમાના દીવા…

ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાંમોજા
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા

– મકરન્દ દવે





તારું નામ

13 01 2009

હું જ બોલુ ને હું જ સાંભળુ
મૌનમાં તારુ નામ જપું છુ
છીપમાં જેવુ મોતી
એવુ હોઠમાં તારુ નામ
આંખ ની જેવી કીકી
એવુ વસી રહ્યું અભિરામ્
કષ્ઠમાં અગ્નિ જેવી લગની
મારુ છે તપ નામ જપુ છું
નામ ની ગુપ્તગંગા વ્હેતી
ક્યાંય નથી કોઈ કાઠો
નામ તો તારું મધની મટકી
નામ શેરડીનો સાંઠો
ઘટમાં ઘટનાં એકજ રટનાં
તારા નામમાં હું જ ખપુ
-સુરેશ દલાલ્





શ્રધ્ધાવાન

13 01 2009

સમુદ્રમાં જાળ પાથરીને
કોઈક શાંટિયાગો ઝડપાય
એની વર્ષોથી પ્રતિક્ષા કરુ છુ.
વારંવાર હાથ હલકા ને હલકા
ખાલી ને ખાલી
છતાં ગલ ફરી ફરી ને નાખ્યાં કરું છુ.
સમુદ્ર પ્રત્યે શ્રધ્ધા રાખી
સ્વપ્નો સેવ્યા કરું છુ
બીજી તરફ આકાશ ભણી
મીટ માંડી ને બેઠો છુ
એકાદ તારો એના ભંડાર માંથી
તુટી આવી ને મારા હાથ માં ભરી દે
ને કરીદે કંઈક કમાલ!
આમ તો આકાશ પાસે
વધારે અપેક્ષા ક્યાં રાખી છે
સોનાનો વરસાદ વરસાવવાનું વરદાન
ક્યાં માગ્યુ છે?
અને એવો વરસાદ શા ખપનો?
આપે તો
બસ એક મોતી કે નાનું રંગીન માછલું આપ
આખો સમુદ્ર નથી જોઈતો
સમુદ્ર સાચવવાનુ મારું ગજુ પણ નથી
બસ મારે તો નાનુ માછલુ બસ
હવે શાંટિયાગો ઝ્ડપવાની અપેક્ષા પણ નથી રહી!
-નલિન પંડ્યા