ઠંડી ની લ્હેરકી…

20 01 2009

ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી
સ્વેટર સ્કાફ ની લારી બજારે લાગતી
તાંપણાઓ ની તો ગોષ્ઠિ જ જામતી
સાંજઢળતી ને ઠંડી લ્હેરકીઓ પ્રસરતી
રસ્તામાં  પણ એકાંતતા ઘણી વધતી
વાતા પવનથી ઘરની બારીઓ ફફડતી
તિરાડ માંથી ઠંડી ઘરમાં જ વહેતી
એ.સી. ની સ્વિચ તો બંધ જ રહેતી
ધાબડા ને રજાઈઓ ની થપ્પીઓ વધતી
શિયાળા ની રાત્રીઓ બહુ લાંબી રહેતી
સૂરજની કિરણ શરીર તપાવતી
જાણે કે ઠંડી ને જ ભગાવતી
ચારમાસ તો જાણે આંગળીએ નચાવતી
ઠંડી છતાંય મને વ્હાલેરી જ લાગતી
શાકભાજી સહુ ઘરમાં આવતી
રોજ નવી વાનગીઓ થાળી માં પિરસાતી
શિયાળામાં શરદી ની ગોળીઓ વેંચાતી
વિક્સ અને વેસેલિન ની તો ધૂમ મચતી
નાહવામાં રજાઓ બહુ આવતી
મોડી સવારેય ઉંઘ બહુ આવતી
શાળા અને ઓફિસો નાં પર્યાણ માં
આળશ તો બહુ આવતી
ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી
જિવન ને જાણે નવરંગ આપતી
ઠંડી મને ખૂબ વ્હાલેરી લાગતી





મારા સાજન ને….

16 01 2009

મારા સાજન ને જેટલા ચાહીએ એટલુ ઓછુ લાગે
ક્યારેક એ નટખટ નાદાન તો ક્યારેક માસુમ લાગે

હર અદા નિરાળી લાગે અજબ એની કહાની લાગે
હરદમ સંગાથે રહો તોય ઓછુ જ લાગે

મસ્તી કરે તો તો ઉછળતો મહાસાગર જ લાગે
ને સંભાળે તો જીવથીયે વધુ દરકાર રાખે

આંખો ગજબ ની છે એની હર વાત કહેવાની ખુબી છે એમાં
જેટલુ કહુ મારા સાજન વિષે એટલુ ઓછુ જ લાગે

મારા સાજન ને જેટલા ચાહીએ એટલુ ઓછુ લાગે





ચાલ થયુ…

13 01 2009

ચાલ થયુ જોઉ સંધ્યા ના રંગ
તેમા ઘોળાયા આપણ યાદો ના રંગ
યાદ આવી જ્યારે ગાળી હતી
આપણે સંગાથે હર ક્ષણ
પ્રેમ થી તરબતર એ યાદો નો
ગુલદસતો કોઈ હાથ ધરી ગયો
જુદાઈ ની પળો માં સાજન
સમણા માં મળવાનુ નક્કી કરી ગયો
રાત પળે ને તારલાઓ ની
ગોષ્ઠિ થાય એમજ
મારા સાજન સંગ મીઠી સી
વાતો ની રમઝટ થાય
આંખ બંધ કરતા ચહેરો એમનો
મીઠોસો મલકતો દેખાય
ત્યાંજ તો બસ અનંત સી આતમ ને
ધન્યતા અનુભવાય…
– મોનાલિસા લખલાણી





પતંગ ચગાવતા વિચાર કર્યો છે ???

10 01 2009

ઉંચેરા આભમાં પતંગ ચગાવતા એય ને ઉંચી નજર ઉંચી ગરદન ને ઉચ્ચ મસ્તક હાથ માં પતંગ નો ડોર દળદળ કરતી નીચે ફરકતી ફિરકી મુખ માં સંવાદ…વાહ કેવો ચગ્યો! આંગળીઓ માં સરકતો દોરો ને અગાસી માં પડેલ ચીકી અને મમરા ન લડુ ના
ડબ્બાઓ…આભ માં રંગબેરંગી પતંગો ને રંગીન દોરાઓ જે દેખાતા નથી…પણ વિચાર કર્યો છે ખરી આ પતંગ ના દોરાઓ બનાવનારા ?કદાચ નહી કર્યો હોય…કરન આપણ ને જે દેખાય છે તેજ જોવાની આદત છે. પણ હકીકત મા પરદા પાછળ શું છે તે જોવાંની
દરકાર શુધ્ધાં કરતા નથી. રંગીન,માંજા પાયેલ દોરાઓ ખરીદી લઈએ છીએ પણ એ બનાવનાર નાં જીવન કે જીવનશૈલી વિશે એક નજર શુધ્ધા કરીએ છીએ?

એય ને શિયાળો આવે ને ઊતરાયણ ના દિવસો નજીક આવે ને શરૂ થાય વણઝાર એવા લોકો ની જે દોરાઓ બનાવે છે…રોડ પર નિકળો તો દસ દસ ડગલે એકાદ પરિવાર તો અચૂક જોવા મળે જે દોરાઓ ને માંજો પાઈ મજબુત બનાવી
વેંચતા હોય. હાં મે ખુદે જોયેલ છે…. નાના ડબલા ડુબલી સહીત આખ રસોડા નાં સરસામાન સાથે, બાળકો ની ચિલ્લર પટ્ટી સાથે, એય …ને રસ્તા પર જ રાંધે ને રસ્તા પર જ ઊંધે કામ કરે ને એમ જ જીવન ગુજારે આજ અહીં તો કાલ વળી તહીં.
રાતે તંપણાં માંબેઠા હોય લાગે કે જાણે સાક્ષાત ધરતી પર નાં પતંગો…

મને તો લાગે ધરતી પર નાં આ સાચા પતંગો છે. રંગીન પણ છે. કારણ તેઓ સંઘર્ષ ના રંગે રંગાયેલા છે. પ્રતિદિન નવા સ્થળો એ ફરે છે. જેમ આભ માં ઝોલા ખાતી પતંગ… હ તેને કાપવા કપાવવાનો મોહ નથી કારણ તેની ડોર ઈશ્વર નાંહાથ માં છે.બસ આ જ છે ધરતી પર ની પતંગ… મને થતુ હતુ આ વળી કેવુ જીવન ના ઘર ના બાર જ્યાં રોજગાર મળે ત્યાં વસવાટ. મને હતુ આભ માં પતંગો ને
ઉડાવનારાઓ ને આ ઊતરાયણ વખતે ધરતી પર નાં પતંગો પણ બતાવુ…આશા છે તમોને ધરતી નાં પતંગો
ગમ્યાં હશે? ખરૂ ને???





પતંગ

9 01 2009

આકાશ મા ઉડે રે રંગીલો પતંગ

ગગન ચુંબે રે મોજીલો પતંગ

રાજ કરે નભ પર ઉડતો પતંગ

શીખવે જીવનની કળા પ્યારો પતંગ

આભને આંબો પણ ધરા ને ના વિસરો,

દોર છે કોક ના હાથ મા હજુ તો,

જાજુ ગુમાન તમે ત્યાગો,

અન્યને કાપવાની લ્હાય માં,

ખુદ જ ક્યાક ના કપાઇ જાઓ

ઉંચેરા આભથી સીધા જ ધરતી પર

ક્યાક ના પછડાઇ જાઓ!

સરસ પાઠ શીખવે રે પતંગ

આકાશ મા ઉડે રે રંગીલો પતંગ

ગગન ચુંબે રે મોજીલો પતંગ

– મોનાલીસા લખલાણી





પૈસે લેને ખાતીર મેરે પિયા ગયે પરદેશ પૈસે મિલે ન પિયુ મિલે મોરે ચાંદી હો ગયે કેશ…

2 01 2009

સાંજ હજુ તો ઢળી જ છે… માનવ પશુ પક્ષી બધા પોત પોતાના રહેઠાણ તરફ પ્રયાણ કરી રહ્યા છે. એવા સમયે ગમછા પોતાના ઘર ના ઉંબરે ઉભી છે. ઢળતી સાંજ નુ આ વાતાવરણ જોઇને એ મનોમન વિચારે છે કે જુઓ તો ખરા આ બધા કેવા નશીબદાર છે કે અત્યારે પોતાના ઘરે પાછા ફરે છે અને રાહ જોનારા એ રાહત અનુભવે છે. અને એક હુ છુ… જેના ભાગે માત્ર રાહ જોવાનુ જ છે. મારો ઘરવાળો કે જે પૈસા કમાવા પરદેશ ગયો છે કે પાછુ ફરવાનુ નામ લેતો નથી. કેમ સમજાવુ કે પૈસો નહી પણ આ ગમછા ને તો પ્રેમ વહલો છે. સંગાથે હસુ તો એય ને ડુગળી રોટલો ખાતાય સુખી હોઇશુ. પણ આ વિરહ ની વેળા તો એ થીય કપરી છે. છતા બસ રાહ જૌ છુ કે ક્યારે મારા આ રાહ જોવાનો અંત આવશે?





ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક

2 01 2009

ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક

બસ લાગે બધુજ જાણે નજીક

સુખની સરવાણી પાસ આવતી લાગે

તાપમાય મીઠી ચાંદની ઘોળાતી લાગે

નયનો મા અજબની ખુમારી લાગે

ન હોવા છતા કોઇ પાસ જ લાગે

પ્રેમ થયા પછી બધુ પ્યારુ જ લાગે

સમણાઓ નો રાતભર મેળો લાગે

ઉલ્લાસ જ ચોમેર ફરતો લાગે

નજીવી આહટ થી કોઇ ના આગમન

ના અણસાર સાલે

નાહકની આખો કષ્ટ જ ઉપાડે

ચારેકોર નહી પણ અંતર મા એ મળી આવે

ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક

એમની તરફથી મળે એ સંપૂર્ણ લાગે

એના થકી જ જિવન ધબકતુ રહે

ચહેરા પર મીઠુ હાસ્ય રમતુ રહે





સ્મરણ

2 01 2009

ક્ષણક્ષણ રહે સ્મરણ તમારુ

તમ વગર ન લાગે મન અમારુ

જે હશે તે હશે હવે સહિયારુ

હર સ્પંદન નામ લે છે તમારુ

હર લહેરો પર નામ ગુંજે તમારુ

અનેક રંગો થી રંગાયેલ મન અમારુ

મિલન કરતાય સ્મરણ લાગે છે વ્હાલુ





નવા વર્ષે

2 01 2009

નવા સંકલ્પો ચાલો ને કરીએ

નવ પ્રભાત ને ચાલો ને માણીએ

નવ સ્વપ્નો ફરી સેવીએ

નવી દિશા મા કદમ હવે માંડિએ

નવી ક્ષીતિજોને આંબવા દોડીએ

નવા સંકલ્પો ચાલો ને કરીએ

કોઇ એક ને તો સ્મિત ભેટ આપીએ

મન સદવિચારો થી પ્રફુલ્લિત રાખીએ

નવરંગો થી જીવન સજાવીએ

નવી આશાઓને પ્રગટાવીએ

ચાલોને નવુ વર્ષ માણીએ

નવા સંકલ્પો ચાલો ને કરીએ





કંઇ યાદ આવી ગયુ…

22 12 2008

બહાર નજરો કરતા કંઇ યાદ આવી ગયુ…

વૃક્ષ પરથી પર્ણ ખર્યુ ને કંઇ યાદ આવી ગયુ…

સાંભળી પેલા વાંસળીના સૂ ર કંઇ યાદ આવી ગયુ…

આખ માંથી ટપક્યુ અશ્રુ ને કંઇ યાદ આવી ગયુ..

આભના ચંદરવા ને જોતા કંઇ યાદ આવી ગયુ…

ઝરમર વરસાદ મા ભીંજાતા કંઇ યાદ આવી ગયુ…

ઉઘડતા પહોરે આખો ને ખોલતા કંઇ યાદ આવી ગયુ…

ઠંડી ની એ થર થર ધ્રુજારી મા ધ્રુજાતા કંઇ યાદ આવી ગયુ…

પડ્યુ એક ટીપુ પરદ્વેદ નુ ને કંઇ યાદ આવી ગયુ…

દીનભરની વ્યસ્તતા મા ડુબવા છતા…

ખરુ કહુ હદય ના પ્રત્યેક સ્પંદને કંઇ યાદ આવી ગયુ..