જવાહરલાલ નહેરુ ના પુસ્તકો

24 01 2009


ઇન્દુ ને પત્રોઃ ‘લેટર્સ ફ્રોમ એ ફધર ટુ હિઝ ડોટર’ નામની લેખકની પહેલી ચોપડી મુળ અંગ્રેજીમા 1929માં બહાર પડી. પુત્રી ઇન્દીરા 10 વર્ષની હત્તી ત્યારે 1928મા, શ્રી નહેરુએ તેમને લખેલા 31 પત્રો તેમા છે અને જગતના આદી કાળની કથા એમા કિશોરો માટે કહેલી છે. ‘જે બાળકોને એ પત્રો વાંચવા મળશે તે બધા આપણી આ દુનીયાને જુદી જુદ્દી પ્રજાઓના બનેલા એક મોટા કુટુંબરૂપે ઓળખતા શીખશે.’ એવી ઉમેદ લેખકે દર્શાવેલ છે. તેનોઆ ગુજરાતી અનુવાદ 1944 મા પ્રગટ થયો, તેમા અનુવાદકનુ નામ જણાવેલ નથી.


જગતના ઇતિહાસ નુ રેખાદર્શનઃ ‘ગ્લીપસીઝ ઓફ વર્લ્ડ હિસ્ટરી’ નામનો અંગ્રેજી ગ્રંથ 1934 મા બહાર પડ્યો. તેમા પણ લેખકે ‘ઇન્દુને પત્રો’ ની મફક પોતાની કિશોર પુત્રીને ઉદ્દેશીને લખેલા, ‘આપણી દુનીયા વીશે કઇક વિશેષ કહેવાના પ્રયત્ન’ કરતા, મનુષ્યની શાણી તથા ગાંડીઘેલી જીવનયાત્રાનુ નિરુપણ કરતા પત્રો છે. 1930 – 1933 દરમ્યાન શ્રી નહેરુ નૈની, બરેલી અને દહેરાદુનની જેલોમા કેદી હતા ત્યાથી તેમણે આ પત્રો લખેલા. પછી 1939 અને 1945ની આવ્રુતી વેળા તેમણે પુસ્તકમા ઠીક ઠીક સુધાર વધારા કરેલા. તેનો શ્રી મણીભાઇ ભ. દેસાઇએ કરેલો અનુવાદ 1945મા બહાર પડ્યો. લગભગ 1200 પાનાના એ દળદાર ગ્રંથના અર્ધા જેટલા કદનો સંક્ષેપ પણ પાછળથી પ્રગટ થયેલો.


મારી જીવનકથાઃ 1934-35 દરમ્યાન અલ્મોડાની જેલમા લખાયેલુ અંગ્રેજી પુસ્તક ‘એન ઓટોબાયોગ્રાફી’ 1936 મા બહાર પડ્યુ. શ્રી મહાદેવ દેસાઇએ કરેલો તેનો અનુવાદ પણ તે જ વષે પ્રગટ થઇ ગયો. જવાહરલાલજીના પુસ્તકોના ગુજરાતી અનુવાદોમાથી સૌથી વધુ નકલો આ પુસ્તકની છપાઇ. શ્રી મણીભાઇ ભ. દેસાઇએ કરેલો તેનો સંક્ષેપ પણ 1954મા બહાર પડેલો.


મારુ હિંદનુ દર્શનઃ 1942-45 મા અહમદનગરના કિલ્લામાં શ્રી નહેરુએ ભોગવેલા છેલ્લા કારાવાસ દરમ્યાન પાંચજ મહીનામા તેમણે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડીયા’ નામનુ અંગ્રેજી પુસ્તક લખેલુ તે 1946મા બહાર પડ્યુ. હિંદના ઇતિહાસ તથા હિંદની સંસ્ક્રુતીના ભિન્ન ભિન્ન પાસા અંગેના પોતાના વિચારો લેખકે તેમા રજુ કરેલા છે. શ્રી મણીભાઇ દેસાઇએ કરેલો તેનો આ ગુજરતી અનુવાદ 1951મા પ્રગટ થયો.


આઝાદી કે સત્રહ કદમઃ 1947-1963 સુધીના સતર વર્ષો દરમ્યાન પંદરમી ઓગસ્ટના દરેક સ્વાતંત્ર દિને દિલ્હી મા લાલ કિલ્લા પરથી આપેલા હિન્દી ભાષણોનો સંગ્રહ.


ક્રિયાઓ

Information

Leave a comment