પતંગ ચગાવતા વિચાર કર્યો છે ???

10 01 2009

ઉંચેરા આભમાં પતંગ ચગાવતા એય ને ઉંચી નજર ઉંચી ગરદન ને ઉચ્ચ મસ્તક હાથ માં પતંગ નો ડોર દળદળ કરતી નીચે ફરકતી ફિરકી મુખ માં સંવાદ…વાહ કેવો ચગ્યો! આંગળીઓ માં સરકતો દોરો ને અગાસી માં પડેલ ચીકી અને મમરા ન લડુ ના
ડબ્બાઓ…આભ માં રંગબેરંગી પતંગો ને રંગીન દોરાઓ જે દેખાતા નથી…પણ વિચાર કર્યો છે ખરી આ પતંગ ના દોરાઓ બનાવનારા ?કદાચ નહી કર્યો હોય…કરન આપણ ને જે દેખાય છે તેજ જોવાની આદત છે. પણ હકીકત મા પરદા પાછળ શું છે તે જોવાંની
દરકાર શુધ્ધાં કરતા નથી. રંગીન,માંજા પાયેલ દોરાઓ ખરીદી લઈએ છીએ પણ એ બનાવનાર નાં જીવન કે જીવનશૈલી વિશે એક નજર શુધ્ધા કરીએ છીએ?

એય ને શિયાળો આવે ને ઊતરાયણ ના દિવસો નજીક આવે ને શરૂ થાય વણઝાર એવા લોકો ની જે દોરાઓ બનાવે છે…રોડ પર નિકળો તો દસ દસ ડગલે એકાદ પરિવાર તો અચૂક જોવા મળે જે દોરાઓ ને માંજો પાઈ મજબુત બનાવી
વેંચતા હોય. હાં મે ખુદે જોયેલ છે…. નાના ડબલા ડુબલી સહીત આખ રસોડા નાં સરસામાન સાથે, બાળકો ની ચિલ્લર પટ્ટી સાથે, એય …ને રસ્તા પર જ રાંધે ને રસ્તા પર જ ઊંધે કામ કરે ને એમ જ જીવન ગુજારે આજ અહીં તો કાલ વળી તહીં.
રાતે તંપણાં માંબેઠા હોય લાગે કે જાણે સાક્ષાત ધરતી પર નાં પતંગો…

મને તો લાગે ધરતી પર નાં આ સાચા પતંગો છે. રંગીન પણ છે. કારણ તેઓ સંઘર્ષ ના રંગે રંગાયેલા છે. પ્રતિદિન નવા સ્થળો એ ફરે છે. જેમ આભ માં ઝોલા ખાતી પતંગ… હ તેને કાપવા કપાવવાનો મોહ નથી કારણ તેની ડોર ઈશ્વર નાંહાથ માં છે.બસ આ જ છે ધરતી પર ની પતંગ… મને થતુ હતુ આ વળી કેવુ જીવન ના ઘર ના બાર જ્યાં રોજગાર મળે ત્યાં વસવાટ. મને હતુ આભ માં પતંગો ને
ઉડાવનારાઓ ને આ ઊતરાયણ વખતે ધરતી પર નાં પતંગો પણ બતાવુ…આશા છે તમોને ધરતી નાં પતંગો
ગમ્યાં હશે? ખરૂ ને???





કહો જોઇએ કોણ શુ છે?…

9 01 2009

– આગિયા રાત ના પતંગીયા છે, પતંગીયા દિવસના આગિયા છે.

– ફુલએ સ્થિર પતંગીયુ છે અને પતંગીયુ એ ઉડતુ ફુલ છે.

– વાદળ એ આકાર વિના નો ચંદ્ર છે અને ચંદ્ર એ આકારવાળુ વાદળ છે.

– નદી એ ધરતી નુ વાદળ છે. વાદળ એ આકાશની નદી છે.