યાદ આવે કંઠના કામણ હજી
ને ઝરમરે શબ્દ નો શ્રાવણ હજી
હોઠ ની પ્યાલી ને લાલી ગાલ ની
ડેલીએ ડોકાય છે ફાગણ હજી
દિવસો જુદાઇ ના વસમા હતા
શ્વાસ મા ખેંચાઇ આવે રણ હજી
દુઃખ મારા જ્યા બધા ભુલી જતો
એજ લોકોના રહ્યા વળગણ હજી
વાત મીઠી કરી’તી એમણે
ઓગળે છે ટેરવે ગળપણ હજી
સુર્ય ડુબ્યો ને ક્ષિતિજ આથમી
કેમ પાછુ ના વળે એ ધણ હજી
શહેર આખુ જાણતુ સૌ ઓળખે
એમની બસ પોળમાં અડચણ હજી
એમના પગલા પડ્યા જે ધૂળમા
એની કઇ મળતી રહે રજકણ હજી
કેમ છો એવુય પુછે દુઃખમા
એટલા મળતા રહે સગપણ હજી
– ફિલિપ ક્લાર્ક
કંઠના કામણ
17 01 2009ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, ફિલિપ ક્લાર્ક, સંકલિત
શ્રેણીઓ : કવિતા, સંકલીત્
બીજો રંગ
17 01 2009જહાંગીર બાદશાહ એક વખત ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એક ઘોડેસવાર માથે સુંદર ફેંટો પહેરીને જતો હતો. બાદશાહને ફેંટાનો રંગ બહુ ગમી ગયો. તેણે ઘોસેસવારને બોલાવ્યો અને પુછ્યું,”તે તારો ફેંટો ક્યાં રંગાવ્યો છે?” જવાબમાં ઘોડેસવારે એક રંગરેજ બાઈનું ઠેકાણું બતાવ્યું.
બાદશાહે તે બાઈને બોલાવીને પૂછ્યું, ”તુ મને આવા રંગનો ફેંટો બનાવી આપે? ”
બાઈએ કહ્યું, ”ઝીણી મજલીન લઈ આપો તો રંગી આપુ પણ તેના જેવો તો રંગ નહી જ થાય ”
બાદશાહ : ”કેમ નહીં થાય?”
બાઈ : ” કારણ કે તેમનાં પર તો બેવડા રંગ ચડેલા છે ”
બાદશાહ : ”મારા ફેંટા ને ચાર વખત રંગજે”
બાઈ: ”બેવડા રંગ માત્ર તોલપન થી નાખેલાં તે નહીં. તેમાં એક રંગ તો જે દેખાય છે તે – અને બીજો રંગ તે આશકીનો. આશકી નો રંગ બધા પર ના ચડે.”
– રવિશંકર મહારાજ
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: રવિશંકર મહારાજ, લઘુવાર્તા, સંકલીત્
શ્રેણીઓ : લઘુવાર્તા, સંકલીત્
કો’ક દિન !
17 01 2009કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગી ના મોજા
કાંઈ અફસોસ નહીં કાંઈ નહી ફિકર
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર
આવે ને જાય એના વેઠવા શાં બોજા?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા
દૂધ મળે વાટ માં કે મળે ઝેર પીવા
આપણે તો થીર બળે આતમાના દીવા…
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાંમોજા
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા
– મકરન્દ દવે
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: ગઝ્લ, મકરન્દ દવે, સંકલીત્
શ્રેણીઓ : ગઝ્લ, સંકલીત્
તાજેતરની ટિપ્પણીઓ