શ્વાસ લેતું સોનુ

4 01 2009

‘અને આ છે…’ ‘સોનાની મરધી! ઉર્ફે મિસિસ તુલના છાયેશ.’ છાયેશ ના એક મજાકિયા દોસ્તે તુલના તરફ જોઇને કહ્યુ. તુલના નાસ્તા ની ડીશો ટેબલ પર મુકે એ પહેલા જ એણે ટ્રે માથી પ્લેટ ઉઠાવી લીધી.

તુલના એ સ્મિત વેર્યુ અને કિચન તરફ ચાલી ગઈ. ‘આપણે તો યાર, શ્વાસ લેતુ સોનુ લાવ્યા છીએ.’ છાયેશે પોતાના મિત્રોને હસતા હસતા કહ્યુ.

‘એટલે ભાભી બહુ મોટુ દહેજ લઇને આવ્યા છે?’ એક મિત્રએ પુછ્યુ.

‘ના આપણે દહેજ ના વિરોધી છીએ એટલે તો કોઇ અમીરની પુત્રી સાથે લગ્ન કરવાને બદલે એક મધ્યમવર્ગ ના સજ્જન ની પુત્રી ને પત્ની બનાવી છે. પણ એ છે ‘સોનાની મરઘી…’ એક પ્રતિસ્ઠિત કંપની મા ઓફીસર છે. ઓવરટાઇમ સાથે ખાસ્સો ત્રીસ હજાર પગાર લાવે છે….હવે આપણે બંદા નોકરી કરીએ કે ન કરીએ…જરાય વાંધો નથી’. છ્યેશે પોતાના બીજા મિત્ર ને તાલી આપતા કહ્યુ.
છયેશ ના ત્રીજા મિત્રએ કહ્યુઃ’યાર, તારુ આ શ્વાસ લેતુ સોનુ છે ભારે મોંઘુ. ભાઇ દુધારુ ગાય ની લાત કોને માઠી લાગે? જોયુ…આપણી સાથે હસી મજાક મા જોડાવા ને બદલે તુલના દેવી રસોડા મા ચલ્યા ગયા!’.

એ વાત થી છાયેશ નો અહમ સહેજ ઘવાયો. એટલે જોર થી બુમ પાડીઃ ‘તુલના, ઘરમા નોકર છે જ, બાકી નુ કામ એ સંભાળી લેશે. તુ અહી આવીને બેસ. તુ ઓફીસર ખરી પણ ઓફીસ મા, અહી તો તુ મિસિસ! છાયેશ છે. આઇ મીન માય વાઇફ!’ બધા ખડખડાટ હસી પડ્યા.

તુલના રસોડા માથી બહાર આવી અને સોફા પર ગોઠવાઇ… એની મુખ મુદ્રા ગંભીર હતી. એટલે એ ગંભીરતા દુર કરવા છાયેશે કહ્યુઃ’ઓફીસર પત્ની નુ આ જ દુઃખ, એ હસે તો પણ રૂઆબથી અને રડે તો પણ રૂઆબ થી! આપણને તો ભાઇ સીધી સાદી પત્ની ગમે, જે ઘર સાથે એકાકાર થઇ જાય્ જેને મન ઘર એ જ સ્વર્ગ હોય!’ છ્તા તુલના ચુપ રહી.

એ વાત ને એક મહીનો થયો હશે ત્યા એક દિવસ ઓફીસ જવાના સમયે તુલનાને સુતેલી જોઇને છયેશે પુછ્યુઃ’તુલના, આજે તુ ઘરે કેમ છે? ઓફીસે જવાનુ મોડુ થતુ નથી?’ તુલનાએ કહ્યુઃ’મે નોકરી માથી રજા લીધી છે…મારી ઇચ્છા છે કે, એક ગ્રુહિણી તરીકે તમારી સારી દરકાર રાખુ.’ ‘લગ્ન અગાઉ પણ તે બે એક મહીના ની રજા લીધી હતી. હવે તો રજા સ્ટોક મા નહી હોય’
છાયેશે પુછ્યુઃ’તેથી શુ? પતી કરતા પૈસો મહત્વનો નથી. મે કપાતે પગારે રજા લીધી છે.’ ‘અરે પણ એવી શી જરૂર છે? તને ખબર છે તારો દરરોજ નો પગાર એક હજાર જેટલો છે. કપાતે પગારે રજા લેવાથી મોટુ નુકશાન’ ‘હકીકત મા લગ્ન પછી નોકરી કરવાનો મારો ઇરાદો જ નથી. લોજિંગ-બોડિંગનુ ખર્ચ આપીને કોઇ ઘરમા રહેવાનુ મારે પસંદ કરવાનુ હોત તો મારા પપ્પા નુ ઘર, મારુ પિયર એ દ્રષ્ટીએ ઉત્તમ હતુ, પણ મે લગ્ન કર્યુ છે, મારુ ઘર બનાવવા. તમે કમાઓ અને હુ વ્યવસ્થા કરુ. તમે તો મારા ભરણ-પોષણ ની જાહેરમા પ્રતિજ્ઞા લીધી છે લગ્નમંડપ મા! બસ, સરરોજ ના બસો રૂપિયા ગુમાવવાની ચિંતા થી આટલા વ્યગ્ર થઇ ગયા? હવે હુ તમારી પાસે શાંતી થી બેસી શકીશ્ તમારા મિત્રોનુ સારી રીતે સ્વાગત કરી સકીશ અને મારા ઓફીસર તરીકે ના રૂઆબનુ નામ નિશાન નહી રહે. તમે મારી પાસે થી એ જ ઇચ્છ્તા હતા ને?’

‘પણ એનો અર્થ એ નથી કે, તુ પ્રમાદી બને, કામચોર બને. ઘેર બેઠે બેઠે તો તુ સાવ નક્કમી બની જાઇશ.’ છાયેશ સહેજ આવેશ મા આવી ગયો. ‘ભારતની તમામ સ્ત્રીઓ નોકરી નથી કરતી અને છતા એમનેમ પાલવનાર પિતા, પતિ, પુત્ર કોઇ ને કોઇ પરૂષ હોય છે. તમે પતિ તરીકે મને પાલવો એમા મને નાનપ નહી લાગે.’ તુલના એ જવાબ આપ્યો. ‘એમ કહે ને કે તુ મારે માથે પડવા ઇચ્છે છે. ‘ છાયેશે સહેજ રોષ સાથે કહ્યુ. ‘ના, સાચા અર્થ મા તમારી અર્ધાંગીની બનબા ઇચ્છુ છુ. ઘર સાથે એકાકાર થઇ જાય તેવી સીધી સાધી પત્ની.’ તુલનાએ હસતા હસતા કહ્યુ. છયેશને લાગ્યુ કે અત્યારે તુલના સાથે જીભાજોડી કરવામા સાર નથી, તેથી તેણે વાત પડતી મુકી. …અને તુલના એ પુરી તાકાત સાથે છાયેશ ના ઘરને સંભાળવા માડ્યુ. એણે નોકરને પણ રજા આપી દીધી. જાતે જ રસોઇ કરતી, જાતે જ વાસણ સાફ કરતી અને કપડા ધોઇને જાતે જ ઇસ્ત્રી પણ કરતી. પરંતુ છાયેશ ના વર્તન મા સાવ ફેર પડી ગયો હતો. તે વગર કારણે તુલના સાથે ઝ્ગડો કરતો હતો. નાની નાની વાત મા તેને ઉતારી પાડતો હતો. અને તુલના ને ખબરન પડે તેમ તેના વિશે વિચિત્ર ફરિયાદ કરતા પત્રો તેના પિતાજીને લખ્યા કરતો હતો.

અને એક દિવસ તુલનાના પિતાજી એ બધી વાતો થી દુઃખી થઇ ને પોતની પુત્રી ને ઠપકો આપવા આવી પહોચ્યા હતા.

છાયેશ ની હાજરી મા જ તેઓએ તુલના ને ઠપકો આપ્યો હતો, પરંતુ તુલના એ ખરી હકીકત પિતાજીને કહી શંભળાવી હતી. અને સોગંધ સાથે કહ્યુ હતુ કે પોતાનો કોઇ દોષ નથી. સિવાય કે પોતાતી હવે નોકરી કરવાની કોઇ ઇચ્છા નથી…પોતે નોકરી કરવા ઇચ્છે છે. પરંતુ છાયેશે સ્પષ્ટ શબ્દો મા કહી દીધુ હતુ કે નોકરી કરવી હશે તો જ આ ઘર મા તુલના રહી શકશે.

તુલનાના પપ્પા ને લાગ્યુ હતુ કે, તુલના ને તત્કાલીક સમજાવવાનુ મુશ્કેલ છે, એટલે પોતાની સાથે તેને લઇ જવાની તૈયારી દર્શાવી હતી. અને બીજે દિવસે રાત્રે તુલનાને પિયર લઇ જવાનુ નક્કી કર્યુ હતુ.

બીજે દિવસે રત્રે તુલનાના પપ્પા અને છાયેશ બેઠા બેઠા વાતો કરતા હતા, એટલા મા તુલના ની ઓફીસ ના ચાર-પાંચ મણસો ત્યા આવ્યા હતા અને છાયેશ ને બેઠેલો જોઇને આશ્વર્ય પામ્યા હતા.

પોતાની સામે જોઇ રહેલા એ સૌને છાયેશે પુછ્યુઃ ‘મને સમજાતુ નથી કે આમ તમે સૌ એકાએક ચિંતાતુર કેમ જણાઓ છો’

‘વાત એમ છે કે, આજેજ આપની પત્ની તુલના બહેન નો ફોન આવ્યો હતો કે, તેઓ પોતાની કપાત પગારે રજા કેંસલ કરી ને નોકરી પર હાજર થઇ રહ્યા છે અને તમને મોટી રકમ ની લોનની જરૂર છે, કારણકે તેમના પતિને લકવો થઇ ગયો છે. તેમના પતિ અપંગ બની ગયા છે.’ એક કર્મચારીએ કહ્યુ હતુ.

‘તુલના આ હુ શુ શાભળી રહ્યો છુ?!’ છાયેશ તાડુક્યો હતો.

‘તદ્દન સાચી વાત છે… જે પુરૂષ મા પત્નીનુ ભરણ પોષણ કરવાની ખુમારી ન હોય તેવા પુરૂષની બુદ્ધી અને મર્દાનગીને લકવો થઇ ગયો છે, એમ ન કહુ તો બીજુ શુ કહુ? તમારે પત્ની નથી જોઇતી, પૈસા જોઇએ છે. એ પણ હુ તમને આપીશ, પણ પતિ તરીકે નો તમારો અધિકાર છિનવી ને… હુ માર અશક્ત પતિ ને ભરણ પોષણ ની રકમ મોકલતી રહીશ, એડવાંસ મા પણ થોડા નાણા ચુકવતી જઇશ્ એ માટે તમારે કોર્ટ મા જવુ નહી પડે… સમજ્યા મિ. છાયેશ? પપ્પાજી હુ તમને પણ ભારરૂપ થવા ઇચ્છતી નથી. મણસે ખુમારી પુર્વક જીવવાની આદત કેળવવી જોઇએ. સ્ત્રી હોય કે પુરૂષ, એમા કશો જ ફરક પડતો નથી.’ તુલના એ કહ્યુ હતુ. ઓફીસના કર્મચારીઓને એણે વિનયપુર્વક વિદાય આપી.

ઘરમા પ્રવર્તતી હતી નિઃસ્તબ્ધતા… છાયેશે વરંવાર કોશીશ કરી જોઇ, પણ તે પોતાનુ મસ્તક ઉચુ કરી શક્તો ન હતો. ઓરડામા એને એકજ શબ્દ નો પ્રતિઘોષ સંભળાતો હતો…’નારી…શ્વાસ લેતુ સોનુ?’

– ડો. ચંદ્રકાન્ત મહેતા.





ગઝલ

4 01 2009

સતાવો નહી ક્યાક સંતાઇ જાશું
બની યાદ અંતર મા બીડાઇ જાશું

હ્ર્દય સરસા ચાંપી ને રાખો હ્રદયમા
નહીતર અમે ક્યાક ખોવાઇ જાશું

મુશીબત ની સાચી કદર છે અમોને
વરસસે જો તીરો તો વીંધાઇ જાશું

રહેશુ તમારો જ શણગાર થઇને
ગળાનો બની હાર રોપાઇ જાશું

પરખ જો હશે તમને ખોટા-ખરા ની
પરીક્ષા પહેલા જ પરખાઇ જાશું

ખુદા વાસ્તે હાથ પકડી જ રાખો
પીધેલા છીએ ક્યાક પટકાઇ જાશું

નહી રાખીએ માથે ઋણભાર ‘રુસ્વા’
નહી હોય ત્રેવડ તો વેચાઇ જાશું

-રુસ્વા મઝ્લુમી