ઈશ્વર ની આંખ માં…

23 11 2008

ઈશ્વર ની આંખ માં મે આંસુ જોયા;
ભુત ભવિશ્ય માં ના જોનારા,
વર્તમાન માં મે આંસુ જોયા;
જગત ને ઘડનારો આજ તુટી રહ્યો છે,
પોતે કરેલા સાર્જન ને કોસી રહ્યો છે;
આજુ બાજુ માણસો જોયા ઘણા પણ…
ન જોઈ સક્યા એ આંસુ થોડા!
ન ગમ પડી મને હુ મારા મન ને;
કહેવા લાગી…
ઈશ્વર ની આંખ માં મે આંસુ જોયા;
મારા મને મને પ્રશ્ન કર્યો,
જાણે કોર્ટમાં દાવો કર્યો,
ક્યા સબુતે તું આવુ વિધાન કહેવા લાગી?
ત્યારથી આપના જેવા માનવ ને હુ…
શોધવા લાગી!!!