ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી
સ્વેટર સ્કાફ ની લારી બજારે લાગતી
તાંપણાઓ ની તો ગોષ્ઠિ જ જામતી
સાંજઢળતી ને ઠંડી લ્હેરકીઓ પ્રસરતી
રસ્તામાં પણ એકાંતતા ઘણી વધતી
વાતા પવનથી ઘરની બારીઓ ફફડતી
તિરાડ માંથી ઠંડી ઘરમાં જ વહેતી
એ.સી. ની સ્વિચ તો બંધ જ રહેતી
ધાબડા ને રજાઈઓ ની થપ્પીઓ વધતી
શિયાળા ની રાત્રીઓ બહુ લાંબી રહેતી
સૂરજની કિરણ શરીર તપાવતી
જાણે કે ઠંડી ને જ ભગાવતી
ચારમાસ તો જાણે આંગળીએ નચાવતી
ઠંડી છતાંય મને વ્હાલેરી જ લાગતી
શાકભાજી સહુ ઘરમાં આવતી
રોજ નવી વાનગીઓ થાળી માં પિરસાતી
શિયાળામાં શરદી ની ગોળીઓ વેંચાતી
વિક્સ અને વેસેલિન ની તો ધૂમ મચતી
નાહવામાં રજાઓ બહુ આવતી
મોડી સવારેય ઉંઘ બહુ આવતી
શાળા અને ઓફિસો નાં પર્યાણ માં
આળશ તો બહુ આવતી
ઠંડી ની લહેર આવી ને ચોમેર પેસતી
જિવન ને જાણે નવરંગ આપતી
ઠંડી મને ખૂબ વ્હાલેરી લાગતી
ઠંડી ની લ્હેરકી…
20 01 2009ટિપ્પણીઓ : 1 Comment »
ટૅગ્સ: કવિતા, ઠંડી ની લ્હેરકી..., મારુ સર્જન, શિયાળો, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
મારા સાજન ને….
16 01 2009મારા સાજન ને જેટલા ચાહીએ એટલુ ઓછુ લાગે
ક્યારેક એ નટખટ નાદાન તો ક્યારેક માસુમ લાગે
હર અદા નિરાળી લાગે અજબ એની કહાની લાગે
હરદમ સંગાથે રહો તોય ઓછુ જ લાગે
મસ્તી કરે તો તો ઉછળતો મહાસાગર જ લાગે
ને સંભાળે તો જીવથીયે વધુ દરકાર રાખે
આંખો ગજબ ની છે એની હર વાત કહેવાની ખુબી છે એમાં
જેટલુ કહુ મારા સાજન વિષે એટલુ ઓછુ જ લાગે
મારા સાજન ને જેટલા ચાહીએ એટલુ ઓછુ લાગે
ટિપ્પણીઓ : 1 Comment »
ટૅગ્સ: કવિતા, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
ચાલ થયુ…
13 01 2009 ચાલ થયુ જોઉ સંધ્યા ના રંગ
તેમા ઘોળાયા આપણ યાદો ના રંગ
યાદ આવી જ્યારે ગાળી હતી
આપણે સંગાથે હર ક્ષણ
પ્રેમ થી તરબતર એ યાદો નો
ગુલદસતો કોઈ હાથ ધરી ગયો
જુદાઈ ની પળો માં સાજન
સમણા માં મળવાનુ નક્કી કરી ગયો
રાત પળે ને તારલાઓ ની
ગોષ્ઠિ થાય એમજ
મારા સાજન સંગ મીઠી સી
વાતો ની રમઝટ થાય
આંખ બંધ કરતા ચહેરો એમનો
મીઠોસો મલકતો દેખાય
ત્યાંજ તો બસ અનંત સી આતમ ને
ધન્યતા અનુભવાય…
– મોનાલિસા લખલાણી
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારી વાત, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
પતંગ
9 01 2009આકાશ મા ઉડે રે રંગીલો પતંગ
ગગન ચુંબે રે મોજીલો પતંગ
રાજ કરે નભ પર ઉડતો પતંગ
શીખવે જીવનની કળા પ્યારો પતંગ
આભને આંબો પણ ધરા ને ના વિસરો,
દોર છે કોક ના હાથ મા હજુ તો,
જાજુ ગુમાન તમે ત્યાગો,
અન્યને કાપવાની લ્હાય માં,
ખુદ જ ક્યાક ના કપાઇ જાઓ
ઉંચેરા આભથી સીધા જ ધરતી પર
ક્યાક ના પછડાઇ જાઓ!
સરસ પાઠ શીખવે રે પતંગ
આકાશ મા ઉડે રે રંગીલો પતંગ
ગગન ચુંબે રે મોજીલો પતંગ
– મોનાલીસા લખલાણી
ટિપ્પણીઓ : 1 Comment »
ટૅગ્સ: કવિતા, પતંગ, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
પૈસે લેને ખાતીર મેરે પિયા ગયે પરદેશ પૈસે મિલે ન પિયુ મિલે મોરે ચાંદી હો ગયે કેશ…
2 01 2009સાંજ હજુ તો ઢળી જ છે… માનવ પશુ પક્ષી બધા પોત પોતાના રહેઠાણ તરફ પ્રયાણ કરી રહ્યા છે. એવા સમયે ગમછા પોતાના ઘર ના ઉંબરે ઉભી છે. ઢળતી સાંજ નુ આ વાતાવરણ જોઇને એ મનોમન વિચારે છે કે જુઓ તો ખરા આ બધા કેવા નશીબદાર છે કે અત્યારે પોતાના ઘરે પાછા ફરે છે અને રાહ જોનારા એ રાહત અનુભવે છે. અને એક હુ છુ… જેના ભાગે માત્ર રાહ જોવાનુ જ છે. મારો ઘરવાળો કે જે પૈસા કમાવા પરદેશ ગયો છે કે પાછુ ફરવાનુ નામ લેતો નથી. કેમ સમજાવુ કે પૈસો નહી પણ આ ગમછા ને તો પ્રેમ વહલો છે. સંગાથે હસુ તો એય ને ડુગળી રોટલો ખાતાય સુખી હોઇશુ. પણ આ વિરહ ની વેળા તો એ થીય કપરી છે. છતા બસ રાહ જૌ છુ કે ક્યારે મારા આ રાહ જોવાનો અંત આવશે?
ટિપ્પણીઓ : 2 Comments »
ટૅગ્સ: મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : મારુ સર્જન, Uncategorized
ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક
2 01 2009ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક
બસ લાગે બધુજ જાણે નજીક
સુખની સરવાણી પાસ આવતી લાગે
તાપમાય મીઠી ચાંદની ઘોળાતી લાગે
નયનો મા અજબની ખુમારી લાગે
ન હોવા છતા કોઇ પાસ જ લાગે
પ્રેમ થયા પછી બધુ પ્યારુ જ લાગે
સમણાઓ નો રાતભર મેળો લાગે
ઉલ્લાસ જ ચોમેર ફરતો લાગે
નજીવી આહટ થી કોઇ ના આગમન
ના અણસાર સાલે
નાહકની આખો કષ્ટ જ ઉપાડે
ચારેકોર નહી પણ અંતર મા એ મળી આવે
ન કશુ જ અલ્પ ન કશુ જ અધિક
એમની તરફથી મળે એ સંપૂર્ણ લાગે
એના થકી જ જિવન ધબકતુ રહે
ચહેરા પર મીઠુ હાસ્ય રમતુ રહે
ટિપ્પણીઓ : 1 Comment »
ટૅગ્સ: કવિતા, મારી વાત, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
સ્મરણ
2 01 2009ક્ષણક્ષણ રહે સ્મરણ તમારુ
તમ વગર ન લાગે મન અમારુ
જે હશે તે હશે હવે સહિયારુ
હર સ્પંદન નામ લે છે તમારુ
હર લહેરો પર નામ ગુંજે તમારુ
અનેક રંગો થી રંગાયેલ મન અમારુ
મિલન કરતાય સ્મરણ લાગે છે વ્હાલુ
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારી વાત, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
નવા વર્ષે
2 01 2009નવા સંકલ્પો ચાલો ને કરીએ
નવ પ્રભાત ને ચાલો ને માણીએ
નવ સ્વપ્નો ફરી સેવીએ
નવી દિશા મા કદમ હવે માંડિએ
નવી ક્ષીતિજોને આંબવા દોડીએ
નવા સંકલ્પો ચાલો ને કરીએ
કોઇ એક ને તો સ્મિત ભેટ આપીએ
મન સદવિચારો થી પ્રફુલ્લિત રાખીએ
નવરંગો થી જીવન સજાવીએ
નવી આશાઓને પ્રગટાવીએ
ચાલોને નવુ વર્ષ માણીએ
નવા સંકલ્પો ચાલો ને કરીએ
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારી વાત, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
કંઇ યાદ આવી ગયુ…
22 12 2008બહાર નજરો કરતા કંઇ યાદ આવી ગયુ…
વૃક્ષ પરથી પર્ણ ખર્યુ ને કંઇ યાદ આવી ગયુ…
સાંભળી પેલા વાંસળીના સૂ ર કંઇ યાદ આવી ગયુ…
આખ માંથી ટપક્યુ અશ્રુ ને કંઇ યાદ આવી ગયુ..
આભના ચંદરવા ને જોતા કંઇ યાદ આવી ગયુ…
ઝરમર વરસાદ મા ભીંજાતા કંઇ યાદ આવી ગયુ…
ઉઘડતા પહોરે આખો ને ખોલતા કંઇ યાદ આવી ગયુ…
ઠંડી ની એ થર થર ધ્રુજારી મા ધ્રુજાતા કંઇ યાદ આવી ગયુ…
પડ્યુ એક ટીપુ પરદ્વેદ નુ ને કંઇ યાદ આવી ગયુ…
દીનભરની વ્યસ્તતા મા ડુબવા છતા…
ખરુ કહુ હદય ના પ્રત્યેક સ્પંદને કંઇ યાદ આવી ગયુ..
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારી વાત, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
એકમેક ને
22 12 2008મળી ન શક્યા નયનો થી એકમેકને
કહી ન શક્યા શબ્દો થી કંઇ એકમેકને
ખરુ પુછો તો મળવા અને કહેવાની
ક્યા જરૂર જ હતી એકમેકને
જ્યા હદય-સેતુ સંગ બાંધ્યા’તા એકમેકને
હરખ-ઘેલા થઇ ચાહ્યા એકમેકને
મિલન અને વિરહે તપવ્યા એકમેકને
યાદ કરવાની ક્યા જરૂર હતી એકમેકને
પ્રેમ રંગે રંગ્યા’તા એકમેકને
વિશ્વાસના તાંતણે બાંધ્યા’તા એકમેકને
ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, મારી વાત, મારુ સર્જન, સ્વરચિત કૃતિઓ
શ્રેણીઓ : કવિતા, મારુ સર્જન
તાજેતરની ટિપ્પણીઓ