યાદ આવે કંઠના કામણ હજી
ને ઝરમરે શબ્દ નો શ્રાવણ હજી
હોઠ ની પ્યાલી ને લાલી ગાલ ની
ડેલીએ ડોકાય છે ફાગણ હજી
દિવસો જુદાઇ ના વસમા હતા
શ્વાસ મા ખેંચાઇ આવે રણ હજી
દુઃખ મારા જ્યા બધા ભુલી જતો
એજ લોકોના રહ્યા વળગણ હજી
વાત મીઠી કરી’તી એમણે
ઓગળે છે ટેરવે ગળપણ હજી
સુર્ય ડુબ્યો ને ક્ષિતિજ આથમી
કેમ પાછુ ના વળે એ ધણ હજી
શહેર આખુ જાણતુ સૌ ઓળખે
એમની બસ પોળમાં અડચણ હજી
એમના પગલા પડ્યા જે ધૂળમા
એની કઇ મળતી રહે રજકણ હજી
કેમ છો એવુય પુછે દુઃખમા
એટલા મળતા રહે સગપણ હજી
– ફિલિપ ક્લાર્ક
કંઠના કામણ
17 01 2009ટિપ્પણીઓ : Leave a Comment »
ટૅગ્સ: કવિતા, ફિલિપ ક્લાર્ક, સંકલિત
શ્રેણીઓ : કવિતા, સંકલીત્
તાજેતરની ટિપ્પણીઓ