નવા વર્ષે

2 01 2009

નવા સંકલ્પો ચાલો ને કરીએ

નવ પ્રભાત ને ચાલો ને માણીએ

નવ સ્વપ્નો ફરી સેવીએ

નવી દિશા મા કદમ હવે માંડિએ

નવી ક્ષીતિજોને આંબવા દોડીએ

નવા સંકલ્પો ચાલો ને કરીએ

કોઇ એક ને તો સ્મિત ભેટ આપીએ

મન સદવિચારો થી પ્રફુલ્લિત રાખીએ

નવરંગો થી જીવન સજાવીએ

નવી આશાઓને પ્રગટાવીએ

ચાલોને નવુ વર્ષ માણીએ

નવા સંકલ્પો ચાલો ને કરીએ

કંઇ યાદ આવી ગયુ…

22 12 2008

બહાર નજરો કરતા કંઇ યાદ આવી ગયુ…

વૃક્ષ પરથી પર્ણ ખર્યુ ને કંઇ યાદ આવી ગયુ…

સાંભળી પેલા વાંસળીના સૂ ર કંઇ યાદ આવી ગયુ…

આખ માંથી ટપક્યુ અશ્રુ ને કંઇ યાદ આવી ગયુ..

આભના ચંદરવા ને જોતા કંઇ યાદ આવી ગયુ…

ઝરમર વરસાદ મા ભીંજાતા કંઇ યાદ આવી ગયુ…

ઉઘડતા પહોરે આખો ને ખોલતા કંઇ યાદ આવી ગયુ…

ઠંડી ની એ થર થર ધ્રુજારી મા ધ્રુજાતા કંઇ યાદ આવી ગયુ…

પડ્યુ એક ટીપુ પરદ્વેદ નુ ને કંઇ યાદ આવી ગયુ…

દીનભરની વ્યસ્તતા મા ડુબવા છતા…

ખરુ કહુ હદય ના પ્રત્યેક સ્પંદને કંઇ યાદ આવી ગયુ..

એકમેક ને

22 12 2008

મળી ન શક્યા નયનો થી એકમેકને
કહી ન શક્યા શબ્દો થી કંઇ એકમેકને

ખરુ પુછો તો મળવા અને કહેવાની
ક્યા જરૂર જ હતી એકમેકને

જ્યા હદય-સેતુ સંગ બાંધ્યા’તા એકમેકને
હરખ-ઘેલા થઇ ચાહ્યા એકમેકને

મિલન અને વિરહે તપવ્યા એકમેકને
યાદ કરવાની ક્યા જરૂર હતી એકમેકને

પ્રેમ રંગે રંગ્યા’તા એકમેકને
વિશ્વાસના તાંતણે બાંધ્યા’તા એકમેકને

જેટલુ…

22 12 2008

જેટલુ સાથે રહીએ તેટલુ વધુ
સંગાથે રહેવાનુ મન થાય

અચાનક કોઈ અજાણ્યાં માંથી
જ્યારે આપણુ બની જાય

વાતો એમની સાંભળી ને મન
બસ હરખાઈ જ જાય

હ્ર્દય ને પણ જાણે લાગણી
ભર્યો મહાસાગર મળી જાય

મારી બારી એ થી…

22 12 2008

સમી સાંજ નાં બારી એ થી
નીકળતું યુગલ મારી શેરી એ થી

છલકતો પ્રેમ ઊર મહેંથી
ધીમી શી વાત વધુ તો ઈશારે થી

હાથ માં હાથ ને પરોવી
જાણે આતમ કેરી બાથ ભરી

મંદ મંદ હાસ્ય ને લહેરાવી
મારા અંતર ની યાદો ને ખખડાવી

મુજ ને મારુ યૌવન સંભરાવી
ચશ્મા માંથી હર્ષાશુ ટપકાવી

મે મનોમન શુભકામનાઓ પાઠવી!!!

જીવનસાથી

16 12 2008

હર એક યુવાન હૈયા નો સવાલ કે…
ક્યાં હશે મારો જીવનસાથી

હસતો હસાવતો ને મુજને
મનાવતો શાન મા સમજતો
ક્યાં હશે મારો જીવનસાથી

હૈયામા રાખતો ને મુજને
હર કદમ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

મૌન થી સમજાવતો ને મુજની
હર પળ દરકાર રાખતો
ક્યાં હશે મારો જીવનસાથી

સપના મા આવી જગાડતો મુજને
જાગતા સપના બતાવતો
ક્યાં હશે મારો જીવનસાથી

ચહેરા પર સ્મિત લાવવા મથતો મુજને
હર સુખ દુખ મા સાથ આપતો
ક્યાં હશે મારો જીવનસાથી

વર્ણન કર્યુ આ તો હદયે મુજને
વસ્તવમા મળશે ત્યારે જરૂરથી કહીશ
અરે હા આતો મારો જીવનસાથી.

ગુજરાત ગૌરવ

16 12 2008

મારુ ગુજરાત મને રુડુ લાગે
રુદિયા માંજ જાણે વસતુ લાગે

ગાંધીની અહિંસા અર્પતુ લાગે
લોખંડી વિર ની મર્દાંનગી બક્ષતુ લાગે

નર્મદા નાં નીરને વહાવતુ રાખે
સૌને પ્રેમ થકી પોષતુ લાગે

સોમનાથ ની ગાથા ગાતુ લાગે
નટખટ નંદ ની યાદ અપાવતુ લાગે

ટેક્નોલોજી થી પ્રગતી સાધતુ ચાલે
અનોખુ સ્થાન બનાવતુ ચાલે

નરસીંહ નાં પ્રભાતિયા સાથે જાગે
મીરા ના ભજનો એ રોજ ગાયે

આભારી હું ઈશ્વર નો થઊ એવુ લાગે
ધરા ગુર્જર ની જે હરિયાળી રાખે

મહેનતુ પ્રજા અહીં મોજ કરી જાણે
મુશ્કેલી માં ખભેખભા મિલાવી જાણે

ધન્ય હો ગુર્જર તુજ અમારી માત લાગે
તુજ ચરણ માં મુજ શિષ સદા રહે.

સમણા…

16 12 2008

રાત પડે ને શમણાં ખીલે
કોઈ અજાણ્યુ ઉર નાં દ્વારે ઉભે
ન ઓળખ છતાં વ્હાલેરુ લાગે
નથી પાસ છતાં પોતીકુ લાગે
રાત પડે ને શમણાં ખીલે
રુબરુ મળવાની આશ જાગે
ધીમે અજાણ્યુ આપણુ લાગે
વગર એના કશી અધૂરપ લાગે
વિચારતા એને ચહેરા પર સ્મિત જામે
દિલ રાજી થય જોઈ એને સામે

લગ્ન

12 12 2008

સમાજ ને બનાવતુ પાસુ એટલે  લગ્ન,

સ્ત્રી પુરુષ ને અનોખા બંધને બાંધે લગ્ન,

માનવજાત  ને યુગયુગાંતર સુધી ટકાવે લગ્ન, 

જ્યાં બે જણ પણ આતમ એક એટલે લગ્ન,

બે પરિવારજનો નો સંગમ એટલે લગ્ન,

આજીવન સંગાથે ચાલવાનુ શીખવે લગ્ન,

તન મન ધન થી એક થવુ એટલે લગ્ન,

નવતર સંબંધો ની શરુઆત એટલે લગ્ન,

પરંપરા નુ પાલન કરાવે તે લગ્ન,

જાત પાત સહુ નોખા છતાં

એક તાંતણે બાંધે તે લગ્ન!

અનેક સપનાઓ થકી નવજીવન

મંડાય એટલે લગ્ન!

કહેવાય બધંન પણ જ્યાં મુક્ત

શ્વાસ ભરાય તે લગ્ન!

શબ્દો વગર પણ સંવાદ સર્જાય તે લગ્ન,

બે આત્માઓ નુ પવિત્ર મિલન તે લગ્ન,

જ્યાં મન બે ને ધ્યેય એક તે લગ્ન.

 

 

 

 

 

આપકી હી બદૌલત

11 12 2008

યે હસી કારવા મિલા
આપકી હી બદૌલત
યે નયા જહા હૈ મિલા
આપકી હી બદૌલત
યે જીને કા મકસદ તો મિલા
આપકી હી બદૌલત
યે ખુશીયો કા દામન મિલા
આપકી હી બદૌલત
આશાઓ કી કિરને મિલી
આપકી હી બદૌલત
યે પ્યારા સા સાથ જો મિલા
આપકી હી બદૌલત
યે હસી લમ્હે હમકો મિલે
આપકી હી બદૌલત
યે રંગીન ફિઝાયે મિલી
આપકી હી બદૌલત
યે પ્યાર કા તોહફા મિલા
આપકી હી બદૌલત
યે હસી કારવા મિલા
આપકી હી બદૌલત