તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને
ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
-સંકલીત
તે સરસ્વતિની વીણા બની ઞણહણી ઉઠી. ઉષાની લાલિમા તો સંધ્યાની કાલીમા બની છવાઇ રહી. નવોઢાની લજજા તો શિશુની નીરદોશતા બની છાઇ રહી.ઓ પ્રિયતમ! મારી લેખની તો બસ તારા જ રંગે રંગાઇ રહિ.
http://paresh08.blogspot.com/
ચાહવું એટલે – દુર્ગેશ ઉપાધ્યાય.
તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!
http://amitpisavadiya.wordpress.com/2006/07/25/chahvu-durgesh/
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
hey u can send your q..