બહાર પીટે મોટુ ઢોલ, ભીતરમાં છે પોલંપોલ

30 01 2009

આજકાલ દરેક ક્ષેત્રે હરીફાઇનુ તત્વ ખૂબ વધી ગયુ છે. એક નોકરી માટે કેટલીય તો અરજી આવે. વળી ઉમેદવારો પાસે પણ જાતજાત ની અપેક્ષાઓ રાખવામા આવે. ઉચી ડિગ્રીઓ, વાતચીત મા સામાને લપેટીને શીશીમા ઉતારવાની કળા(જેને સારી ભાષામા કોમ્મુનિકેશન સ્કિલ કહે છે) અનુભવ, સારો દેખાવ, અનેક પાસાઓ ચકાસીને સારી કંપનીઓ ઉમેદવારની પસંદગી કરે છે.

થોડા વર્ષો પહેલા, એક જાણીતી કંપનીની સિલેક્શન કમિટીની હુ મેમ્બર હતી. ઉંચા પગારવાળી જવાબદારી ભરી જગ્યાઓ ભરવાની હતી. બહુ સ્વાભાવિક છે, કે જેમ જેમ બધાને ખબર પડતી ગઇ કે હુ આ પસંદગી સમિતિની સભ્ય છું, તેમ તેમ રાતોરાત મારા ભાવ વધી ગયા. રાજકીય, સામાજીક તથા ધાર્મીક વડાઓ તરફથી મારા પર ફોન, પત્ર, પર્સનલ મિટિંગ જાતજાતની રીતે દબાણો થવા માંડ્યા. વર્ષોથી ભુલાઇ ગયેલા સગાઓ, કોલેજ કાળના મિત્રો, જુના વિધ્યાર્થીઓ, મારા શિક્ષકો, બધા જાણે ખાસ ઓળખીતા હોય તેમ મુલાકાતે આવવા લાગ્યા. એક દિવસ તો અમારા મંદિરનો પુજારી મોટો પડિયો ભરીને પ્રસાદ ઘેર આપવા આવ્યો. મને કહે, તમારા બા રોજ દર્શન કરવા આવે છે. તમને બહુ દિવસથી જોયા નતા એટલે આજે જાતે આવ્યો. મારા દિકરાનુ તમારે કરવાનુ છે હો બહેન. આપણો હિતેશ, એમ.બી.એ. ફર્સ્ટ કલાસ છે.

પેનલ પર અમે ચાર જણ હતા. બધાજ પ્રામાણિક. ખરેખર તો આ જમાનામાં પ્રામાણિકતાને કારણે જ તમારે મિત્રો ઓછાને દુશ્મન જાજા બને છે. કાંઇ વાંધો નહી, દરેક વસ્તુની કિંમત ચુકવવી પડે છે તેમ માનવાનુ. ઇંટવ્યુ શરૂ થયા. સૌ પ્રથમ એક છોકરી અંદર આવી. તેનુ નામ નંદિતા હતુ. એખાવડી, સ્માર્ટ તથા પહેરે ઓઢવે સુખી ઘરની લાગતી હતી. અમને બધાને ગુડ-મોર્નીંગ કહીને, બેસવાનુ કહેવામા આવ્યુ પછી બેઠી.

આ નોકરી માટેની કઇ યોગ્યતા તારામાં છે તે તુજ કહે ને. મે પુછ્યુ.

નંદિતા કહે, મારામાં ભારોભાર આત્મવિશ્વાસ છે. તમે જે કામ સોંપશો એ હુ ચોકસાઇ થી કરી સકીશ. તેના ઉચ્ચારો અમેરીકન છાંટવાળા હતા. તેથી તેને પુછવામાં આવ્યુ કે તુ ક્યાની છે?

નંદિતા કહે, હુ તો અહીની જ પણ મારા ઘણા સગા યુ.એસ. મા રહે છે, તેથી મોટાભાગ ના વેકેશનો મે ત્યા જ વિતવ્યા છે. મારા કાકા સિલિકોન વેલીના બહુજ જાણીતા ઉધ્યોગપતિ છે. કાકા ન્યુયોર્ક ટાઇમ્સ ના રિપોર્ટર છે અને મારો કઝીન વાઇટ-હાઉસમા કામ કરે છે

આ નોકરીમા જાતજાતના લોકોને તારે મળવુ પડશે. તને લાગે છે કે તુ બરાબર કામ કરી શકીશ?’ કોઇકે પુછ્યુ.

એમા તો હુ એક્ષ્પર્ટ છુ. મને પાર્ટીઓનો ગાંડો શોખ છે.

આ પર્ટીની વાત નથી. લોકોને પાર્ટી જેવા સામાજીક ફંકશનમા મળવુ અને બિઝ્નેશ મિટિંગમા મળવુ એ બે તદ્દન જુદી વાત છે. કોઇકે ટકોર કરી.

પછી નંદિતાને ટેકનીકલ પ્રશ્નો પુછવામાં આવ્યા. તેના વિષયને લગતુ તેનુ જ્ઞાન સારૂ હતુ. બધુ પત્યુ એટલે તેને જવાનુ કહેવામા આવ્યુ. એટલે નંદિતા કહે, આપને વાંધો ન હોય તો હુ આપને એક પ્રશ્ના પુછુ?’

મને આ છોકરી ગમી ગઇ. જો કે આપણા દેશમા તો સદીઓ સુધી સ્ત્રી જાતીના અવાજને દબાવી દેવામા આવ્યો છે જ્યા સ્ત્રી તરીકે જન્મનારનુ પણ ગળુ ધોટવામા આવતુ હોય, જ્યા વાદવિવાદમાં ન ઉતરે, ઝાઝી પુછપરછ ન કરે તેવી કહ્યાગરી સ્ત્રીઓને સારી છોકરી ગણવામાં આવતી હોય, ત્યા આવી છોકરીઓ ભાગ્યે જ મળે જે સ્વતંત્ર રીતે વિચારી શકે!

નંદિતા કહે,’કામના પ્રમાણમા તમારુ પગાર ધોરણ બરાબર નથી હુ જરા જંખવાઇ ગઇ છતા મે કહ્યુ,’બીજા ઉધ્યોગો કરતા આ નોકરીમા શરૂઆતના પગારો ખુબ સારા છે.

હશે, પરંતુ મારે મારુ પોતાનો ફ્લેટ ભાડે લઇને રસોઇઓ, નોકર રાખીને રહેવુ હોય તો આટલા પગારમાં ન પોસાય.

તુ તો તારા કુટુંબ સાથે જ રહેતી હોઇશને! કંપનીની બસ છે. સવારનુ લંચ કંપની તરફથી સબ્સીડાઇઝ ભાવમા મળે છે અમે કહ્યુ.

કમાતી થાઉ એટલે હુ તો જુદી જ રહેવા માંગુ છુ. એ લેટેસ્ટ ટ્રેંડ છે. હુ તો નવા જમાનાથી બાઘી બાઇ હોઉ તે દ્રષ્ટિએ મારી સામે જોઇને તે રૂમની બહાર નિકળી ગઇ.

એ દિવસના ઇંટર્વ્યુ પતતા જ સાંજ પડી ગઇ. ઘેર પહોચતા રોજ કરતાં વધારે મોડુ થઇ ગયુ. પહોચતાની સાથે જ મારા સાસુ કહે પ્રિતીની દિકરેની અઢારમી બર્થ્-ડે છે. તેની પાર્ટીમા તારે જાવાનુ છે ભુલી ગઇ? આખો દિવસ કામમા નવરી જ નથી પડતી તુ તો!! આપણે બધાએ આ સમાજમા રહેવાનુ છે તે ભુલતી નહી

આજ્ઞાંકિત બાળકની જેમ હુ સાડી બદલીને પ્રિતીના ઘરે પહોંચી. એજ ઘીસીપીટી બર્થ્-ડે પાર્ટી, આજકાલતો ઇવેંટ મેનેજમેંટની બોલબાલા છે. તમે કેટલી પેટી ખર્ચવા માગો છો તે નક્કી કરીને આવા પ્રસંગ ઉકેલનારની મદદ લઇ લો તો તમે ફ્રી ના ફ્રી. નાણા કોથળીની ગાંઠ તમારે ખોલવાની. બીજી બધી ગાંઠ ઇવેંટ મેનેજર ઉકેલી શકે. ગરમી કહે મારુ કામ! ઠંદાપીણાની ટ્રે ફરતી હતી. પુરુષો શેર બજાર તથા પોલિતિક્સની તથા સ્ત્રીઓ એન આર આઇ મહેમાનો તથા સોનાના ભાવની ચર્ચાઓ કરતી હતી. ત્યા જ મે એક જાણીતો ચહેરો જોયો. તે છોકરીએ સાડી પહેરેલી હતી અને બધા મહેમાનોને ઠંડા પીણા સર્વ કરી રહી હતી. મે એક્વાર તેની સામે જોયુ એટલે તે ઓળખાણ છુપાવવા માગતી હોય તેમ આઘીપાછી થઇ ગઇ. ટીચર તરીકે મારો ગુણ કે અવગુણ જે ગણો તે એવો છે, કે હુ કોઇ પણ પ્રોબલેમ ને સુલઝાવ્યા વગરનો અધૂરો છોડી સકતી નથી. હુ પ્રિતીની પાસે ગઇ.

પ્રિતી પેલી ટ્રે લઇને ફરે છે તે છોકરી કોણ છે?’

પ્રિતી કહે,’નંદિતા છે. મારા હસબંડની ઓફિસમા તેના પપ્પાની કેંટીન છે. જોકે છોકરી સ્માર્ટ છે. અમારી ઓફીસની મદદથીજ તે ભણીને એંજીનીયર, એમ બી એ થઇ છે. તારા ઘરે કોઇ પણ પાર્ટી હોય તો આને બોલાવવા જેવી છે. કેટરીંગનુ કામ પણ કરે છે. તેના પપ્પા પાસે હજીતો સીખે છે. હુ તો છક્ક્ડ ખાઇ ગઇ! આ તો ઇંટવ્યુમા આવી હતી તે જ નંદિતા! લોકો આટલુ જુઠ્ઠુ સાને બોલતા હશે.

એ આખુ અથવાદિયુ ઇંટવ્યુ ચાલ્યા, જાતજાતના ઉમેદવારો આવ્યા. છેલ્લે દિવસે સવારે એક છોકરો આવ્યો. સાદા કપડા અને શાંત છતા પ્રતિભાશાળી. બધાજ સવાલોના સરસ મુદ્દાસર જવાબ આપ્યા. અમને બધાયને તે ગમી ગયો. એની કૌંટુબીક પાશ્ર્વભૂમિકા માટે થોડિ વધારે માહિતી જાણવાના આશયથી તેને વધરે પ્રશ્નો પુછ્યા.

તુ ખરેખર કોમ્પ્યુટર સાયંસમા હોશિયાર છે ભાઇ, બહુ નાની ઉમરે તે શીખવાનુ ચાલુ કર્યુ હતુ?’

હા જી, લગભગ આઠ વરષનો હતો ત્યારથી.

કેમ આટલુ જલ્દી?’

મારા મમ્મી સ્કૂલના ટીચર હતા. ઘરે મારે એકલા બીજુ શુ કરવાનુ હોય્? એટલે નાનપણથી જ કોમ્પ્યુટરનો ચસ્કો લાગી ગયો. તે બોલ્યો.

છોકરો એટલો ખાનદાન હતો કે પોતાનુ વાજુ વગાડવા માંગતો ન હતો. ક્યાય હુ પદ બતાવતો ન હતો. આવા લોકો બધાને બધારે બની જતા હોય છે.

તારા પિતાજી ક્યા કામ કરે છે?’

બહેન, તમને મારી બુધ્ધી અને શક્તિમા વિશ્વાસ છે ને? મારા પિતાજી ક્યા છે અને શુ કરે છે તે આપ ન પુછો તો સારુ. આ નોકરી માટે મારી પસંદગી થાય તો ઠીક નહિતર હુ નાસીપાસ નહી થાઉ

તુ કેટલો પગાર ઇચ્છે છે ભાઇ?’

તેણે જે આકડો કહ્યો તે અમારી અપેક્ષા કરતા સહેજ વધારે હતો તેથી મે પુછ્યુ,’અમે તને આટલો પગાર આપીએ તો તુ એ પ્રમાણેનુ કામ કરી શકીશ ખરો?’

આપ જોજોને મારા ખભે સંપુર્ણ જવાબદારી લઇને કામ કરીશ. મારા પગારના એસી ટકા રૂપિયા હુ દાનમા આપુ છુ. આર્થીક રીતે મજબૂર એવા વિધ્યાર્થીઓને ભણાવવામા વાપરુ છુ.

અમે એ અંગે થોડી તપાસ કરી અને અંતે તેને પસંદ કર્યો. થોડા દિવસ પછી એ કંપનીનો ક્લાર્ક થોડી સહીઓ કરાવવા મારી પાસે આવ્યો.

ઇંટર્વ્યુ માટે આવેલા ઉમેદવારોના TA/DA તથા હોટલના ખર્ચના વાઉચર્સ હતા. મને કહે, આપણે જે નિમિષ મહેતાને પસંદ કર્યો તેણે કોઇ બિલ નથી મુક્યા. ગઇ કાલથી તે કંપનીમા જોડાયો એટલે મે તેને પુછ્યુ તો તે કહે, હુ તો પર્સનલ કામથી અહી આવવાનો જ હતો તથા મારા કાકાનુ ઘર અહી બાજુમા જ છે. તેથી એમના ઘરે જ રહ્યો હતો. મારી સ્ત્રી સહજ જિજ્ઞાસાવ્રુતી જાગ્રુત થઇ ઉઠી. મે તેના appoinment letterની કોપી પર તેનુ કાયમી સરનામુ જોયુ. શહેરના અત્યંત જાણીતા તથા તવંગર ડોક્ટરનો આ એકનો એક સુપુત્ર હતો.

ખરેખર ખાનદાનીનુ તેજ સુર્યના તેજ જેવુ હોય છે. ઉગતી વખતે પણ લાલ અને આથમતી વખતે પણ લાલ. પેલી આછકલાઇથી ભરેલી નંદિતા મને યાદ આવી ગઇ. બહાર પીટે મોટુ ઢોલ,

ભીતરમાં છે પોલંપોલ જેવી…


સુધા મુર્તિ


ક્રિયાઓ

Information

3 responses

2 02 2009
યશવંત ઠક્કર

આવો સુંદર પ્રસંગ મૂકવા બદલ અભિનંદન.

5 02 2009
અમિત પટેલ

Its really a very good story.
Lots of IT professionals found with fraud resume and experience.
These competition will kill natural interests and skills.

9 02 2009
Divyesh

Good Story …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s




%d bloggers like this: