બહેનના વિવાહ કરવાના હતા મહુરતિયાની શોધ શરૂ થઈ પણ થોડા દિવસ પછી એ યુવતીએ વડીલ ભાઇને જણાવ્યુ જે પોતે ફલાણાની સાથે ઠીક ઠીક કાળથી પ્રેમમા છે ને તેની સાથે જ પરણવાની છે – બીજા કોઇ સાથે નહીં. માટે કશી ખટપટ કરશો નહી
મોટા ભાઇ પહેલા તો જરા ડઘાઇ ગયા. પછી પેલા પ્રેમિક સંબંધે સવાલો પૂછ્યા. ઊલટ તપાસ ચલાવી…છે બીજી ન્યાતનો ને વળી ઘણો છેટેનો વતની. ઉંમર તો બરાબર પણૅ કુટુંબ સાવ અજાણ્યુ.
હવે… એને વિશે વધુ તપાસ શી રીતે કરવી? એની ખાનદાનીનુ, દિલસચ્ચાઇનુ પારખુ કઇ રીતે કરવુ? વિચાર કરતા મોટા ભાઇ એક દિવસ સીધા જ પહોચી ગયા બહેનના એ પ્રેમિક પાસે. ‘તમે મારી બહેન સાથે પ્રેમ મા છો?’
‘હા મુરબ્બી.’
‘સાચ્ચા જ પ્રેમમાં? કે પછી ઉપલક ગરબડ?’
‘જી, પોતે તો શુ કહુ? પણ લગ્ન કરવાની પુરી તૈયારી છે. કશી દિલચોરી નથી જ.’
‘તો એમ કરશો? મરી બહેનના જે કાઇ કાગળ-ચીઠ્ઠી તમારી પાસે હોય તો મને સોંપી દેશો?’
‘ખુશી થી… હમણા આવુ છુ.’ કહીને જુવાન ગયો અને થોડી વારમા દસ પંદર પત્રોનુ પડીકુ લાવેને વડિલના હાથમા ધરી દીધું
‘હુ એને લૈ જાઉં તો હરકત નથી ને?’
‘એમા હરકત શી હોય? મારે તે બીજા કોઇ ઉપયોગ માટે તો જોઇતા નથી – ભલે મારુ લગ્ન તમારે ત્યા થાય કે ન થાય…’
બસ મળી ગયો પુરાવો. ખાનદાનીનો. પુરેપુરો. ભાઇએ ઘેર જઈને વડિલોને ખાતરી કરાવી દીધી. બહેનના લગ્ન તેના એ પ્રેમિક સાથે થઇ ગયા.
લખવી છે? તો લખો નવલીકા. વાત સાચી છે. ଓ[‘અક્ષર’ સામાયિક : 1971]
અરધી સદી ની વાચનયાત્રા ભાગ – 2 માથી.
ખુબ જ સારી રજુઆત છે સાચા પ્રેમ ની…
પરંતુ આજ ના જમાના માં પ્રેમ ને પામવા માટે ધિગાણા કરવા માં લોકો ને ખુબ જ મજા પડે છે. અને કહે છે કે તે સાચા પ્રેમ માં છે. શુ ખરેખર તે સાચા પ્રેમ માં છે?
DIVYESH PATEL
http://www.krutarth.co.cc
http://www.divyesh.co.cc
http://www.dreams-of-world.blogspot.com
Really very nice story.