એક વખત આ વાર્તા ને વાંચેલી અને મને ખુબ ગમી જ નહી બલ્કે મારા હ્રદય ને સ્પર્શી ગઈ. એમાં નવપરણીત દંપતી ની વાત છે.જેના નામ તો યાદ નથી જે કાલ્પનિક નામો સાથે અહીં રજુ કરુ છુ.
સ્વર્ગ અને સ્મિત ના લગ્ન થાય છે. સ્મિત જે નાનપણથી જ નાના ગામ માં ઉછરેલી અને સ્વર્ગ પણ એમજ. બંન્ને પરણી ને મુંબઈ આવે છે કારણ કે સ્વર્ગ ની નૌકરી અહીં જ હોય છે. બંન્ને નવસંસાર મા ડગ માંડે છે. સ્મિત નુ ઘર તો આરામ થી ફરે તો કલાક નીકળી જાય અને અહીં મુંબઈ માં ભાળા ની એક ઓરડી. સ્વર્ગ સવારે ટિફીન લઈ ઘરે થી નિકળી જાય ને મોડી સાંજે ઘરે આવે. આ બાજુ સ્મિત જે કોમન સંડાસ બાથરૂમ થી કંટાળી જાય ઘર તો ચાર ડગલા ચાલો તો બહાર નીકળી જવાય એવડુ જ ચાલી ના છોકરાઓનો શોરબકોર આખો દિવસ આવ્યા કરે પાડોશી ની પૂછ્પરછ કે આખી જીંદગી આમ જ ચાલી જાશે અને એવુ બધુ જ. ઘર માં એક પલંગ અને રસોડા ની ચીજવસ્તુ સિવાય કંઈ જ નહી!!!
જ્યારે સ્વર્ગ ને કહે છે ટી.વી. વિષે તો સ્વર્ગ ટી.વી. લાવી આપે છે પણ જૂનુ ,નાનુ, black & white.અને તેનુ એંટેના માટે નુ દોરડુ આખ ઘર મા આડુ આવે તે રીતે રહે છે. સ્મિત ને થાય છે આના કરતા તો ટી.વી. ના હોત તો સારૂ. રોજબરોજ ની આવી પરિસ્થિતી થી કંટાળી સ્મિત એવુ વિચારે છે કે કેટલા સપનાઓ ઈચ્છાઓ અને અત્યારે તો જો !!! તેને હાલ ની સ્થિતિ જરા પણ ગમતી નથી. પહેલાતો તે સ્વર્ગ ને પણ વાત કરતી પણ હવે તો મૌન જ સેવી લીધુ છે. પડોસી ના શબ્દો જ ઘૂમ્યા કરે છે કે આખી જીંદગી આમ જ જતી રહેશે???
સ્વર્ગ થોડા જ સમય માં પરિસ્થિતી કળી જાય છે. તે સ્મિત ને મનાવવાનાં ઘણાં પ્રયત્નો કરે છે. ક્યારેક ગજરો લાવે તો ક્યારેક રસ. પણ સ્મિત ને આ બધા માં રસ રહેતો નથી. આખરે સ્વર્ગ હિંમત કરી પૂછે છે આખરે થયુ છે શુ??? સ્મિત તેની મુંઝવણ તેનો અણગમો જણાવે છે. સ્વર્ગ તેને પલંગ પર બેસાડી પોતે નીચે બેસી તેને કહે છે… અરે મારૂ તો સાંભળ હું પણ ટિફીન લઈ નીકળુ ને ટ્રેન માટે રાહ જોવ. માંડ ટ્રેન આવે ત્યાં ધક્કા ખાતો ચળી જાઉ. પછી કોલેજે સિનિયરસ કામ સોંપે, સ્ટુડંટ મસ્તી કરે જેમ તેમ દિવસ પુરો કરૂ ને ફરી એજ ટ્રેન, એજ ધક્કા. ટ્રેન માં બધાની ભીડ, પરસેવા આ બધા વચ્ચે પણ હું ખુશ હોવ. કારણ હું ઘરે આવુ છુ જ્યાં તુ છે! તને મળી મારો બધો થાક નાશી જાય. ઘર ને યાદ કરતાં તુ જ દેખા આ નાની ઓરડી કે આ લટકતુ દોરડુ કશુંજ નહી. આ ભીડ વાળુ મુંબઈ છે અહીં ની life style fast છે. જગ્યા ઓછી ને અગવડ જાજી એવુ છે. પણ આ મુંબઈ આપણા માટે છે આપણે મુંબઈ માટે નથી. આપણા માટે આપણે બે જ મહત્વ નાં છીએ. આ પરિસ્થિતી મહત્વની નથી.
આ વાત સ્મિત સાંભળતી નથી પણ સમજી પણ જાય છે.બસ પછી બંન્ને સરસ રીતે જીંદગી જીવે છે.એજ પરિસ્થિતી છે શોરબકોર, કોમન સંડાસ બાથરૂમ, નાની ઓરડી ને હાં લટકતો વાયર પણ. છ્તાં તેઓ ખુશ છે કારણ કે પરિસ્થિતી ને મહત્વ આપવાને બદલે તેઓ બંન્ને સાથે છે તેનુ જ મહત્વ છે. અને જ્યાં બંન્ને વચ્ચે પ્રેમ હોય ત્યાં જ તો સાચુ સ્મિત અને સાચુ સ્વર્ગ વસે છે. ખરૂ ને???
આ વાર્તા મને તો ખુબ ગમી હતી શું આપને ગમી ખરી???
તમારી વાત તો ખરેખર ખુબ જ સાચી છે.
પતિ પણ તે જ ઇચ્છતો હોય છે કે જયારે તે ઓફીસે થી અથવા તો કામ પરથી જયારે થાકયો પાકયો ધર પર આવે ત્યારે તેની પત્નિ તેના હાથ માંથી બેગ લઇ ને એક મીઠી સ્માઇલ આપે. જેથી પતિ ના આખા દિવસ નો થાક એક સેંકડ માં દુર થઇ જાય.
પત્નિ ની એક મીઠી સ્માઇલ થી પતિ પણ શાંત થઇ ને પત્નિની દરેક ફરમાઇશ પુરી કરવા માટે તૈયાર થઇ જાય છે. ત્યારે પત્નિ ને જે જોયે તે માંગી શકે છે અને ત્યારે પતિ પણ ના નહિ પાડી શકે. અને પત્નિની ને જે જોયે તે એક સાચુ સ્મિત ના બદલામાં મેળવી શકે છે.
તેથી જયા સાચુ સ્મિત ત્યાં જ સાચુ સ્વર્ગ.
દિવ્યેશ પટેલ
http://www.divyesh.co.cc
http://www.krutarth.co.cc
http://www.dreams-of-world.blogspot.com
બની શકે તો મારી વાત ના બદલે જયાં સાચુ સ્મિત ત્યાં જ સાચુ સ્વર્ગ એ ટાઇટલ રાખવા માટે વિનતી
કારણ કે મારી વાત એ ટાઇટલ કરતા જયાં સાચુ સ્મિત ત્યાં જ સાચુ સ્વર્ગ એ વધારે સારુ અને બંધ બેસતુ ટાઇટલ લાગે છે.
અને આશા છે કે આ બ્લોગની બીજી મુલાકાત માં મને
જયાં સાચુ સ્મિત ત્યાં જ સાચુ સ્વર્ગ
તે ટાઇટલ જોવા મળશે.
દિવ્યેશ પટેલ
http://www.divyesh.co.cc
http://www.krutarth.co.cc
http://www.dreams-of-world.blogspot.com
hi mona.., this really a heart touching story..,i just love it… its really life of many people at mumbai. god bless you…