સમાજ ને બનાવતુ પાસુ એટલે લગ્ન,
સ્ત્રી પુરુષ ને અનોખા બંધને બાંધે લગ્ન,
માનવજાત ને યુગયુગાંતર સુધી ટકાવે લગ્ન,
જ્યાં બે જણ પણ આતમ એક એટલે લગ્ન,
બે પરિવારજનો નો સંગમ એટલે લગ્ન,
આજીવન સંગાથે ચાલવાનુ શીખવે લગ્ન,
તન મન ધન થી એક થવુ એટલે લગ્ન,
નવતર સંબંધો ની શરુઆત એટલે લગ્ન,
પરંપરા નુ પાલન કરાવે તે લગ્ન,
જાત પાત સહુ નોખા છતાં…
એક તાંતણે બાંધે તે લગ્ન!
અનેક સપનાઓ થકી નવજીવન…
મંડાય એટલે લગ્ન!
કહેવાય બધંન પણ જ્યાં મુક્ત…
શ્વાસ ભરાય તે લગ્ન!
શબ્દો વગર પણ સંવાદ સર્જાય તે લગ્ન,
બે આત્માઓ નુ પવિત્ર મિલન તે લગ્ન,
જ્યાં મન બે ને ધ્યેય એક તે લગ્ન.
પ્રતિસાદ આપો